Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી વિન્ડફાર્મ કંપનીઓએ તળાવની પાળ તોડી નાખી કુદરતી વહેણ બદલ્યાની રાવ

કલ્યાણપુર તાલુકાના ગઢકા પાસે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા આમઆદમી પાર્ટીના પ્રમુખ રામજીભાઈ સતવારા દ્વારા કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે વિન્ડ પ્રોજેકટમાં કામ કરતી ખાનગી કંપની દ્વારા સરકારી જમીનનો મોટો દુરૂપયોગ કરીને મેતાસર તળાવની પાળને તોડી નાખીને તળાવની અંદર પોતાની લાઈનો ખોદીને અને ગઢકા અને નવા ગઢકા વચ્ચેના પાણીના વહેણને અટકાવવા પોતાના હિત માટે પાણીનું વહેણ બદલ્યું હોય, આ બાબતે જિલ્લા પંચાયત સદસ્ય કસ્તુરબેન તથા જિલ્લા આમઆદમી પાર્ટી પ્રમુખ રામજીભાઈ સતવારા એ પ્રાંત અધિકારી, મામલતદારને ફરિયાદ કરતા તેમણે પંચ રોજકામ કરી તપાસ શરૂ કરી છે.

કલ્યાણપુર તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા ડેમમાં પણ લાઈનો ખોદવામાં આવી હતી. હવે સરકારી તંત્ર દ્વારા રોજકામ કરીને સ્થળ પર તપાસ કરતાં આગળ શું થવાનું છે તે બાબતે ચર્ચા જાગી છે. વિન્ડફાર્મ કંપનીએ કોઈ જાતના નિયમોના પાલન વગર કામ કરતી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh