Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૧૨ લાખના ચેક પરતના કેસમાં આરોપીનો અદાલત દ્વારા છૂટકારો

ઉલટ તપાસમાં ફરિયાદ પક્ષ નબળો પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના એક આસામી સામે રૂ।.૧૨ લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં આરોપી પક્ષે લીધેલી ઉલટ તપાસ પછી આરોપીનો છૂટકારો ફરમાવાયો છે. જામનગરના વિ૫ુલ એભાભાઈ રાવલીયા નામના આસામીએ અદાલતમાં અનિલ હરેશભાઈ રાજવાણી સામે રૂ।.૧૨ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તેમાં બંને પક્ષ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. જેમાં આરોપી પક્ષે ઉલટ તપાસ લેતાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી દલીલો, વિગતો પર આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ભરત એચ. જોષી, ભાર્ગવ મહેતા, તન્મય જોષી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh