Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશેઃ
ખંભાળિયા તા. ૨૯: દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગૂટખાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા દ્વારા દરખાસ્ત કરેલ. જે અન્વયે જિલ્લાના પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ મળેલ સત્તાની જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકાની ૧૦૦ (સો) મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ જાહેરનામું તા.૨૩/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial