Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વેચ્છાએ દેશ છોડનાર સામે કાનૂની કાર્યવાહી નહી થાયઃ
ગાંધીનગર તા. ર૯: એક કાર્યક્રમ દરમિયાન પ. બંગાળના વિજયના ઉલ્લેખ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કડક ભાષામાં કહ્યું હતું કે, દેશના ખૂણે ખૂણેથી ઘૂસણખોરોને તગેડી મૂકાશે, તેમણે સ્વેચ્છાએ દેશ છોડનાર સામે કાનૂની કાર્યવાહી નહીં થાય, તેવી જાહેરાત પણ કરી હતી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી આકરૂ વલણ અપનાવ્યું છે. ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાહરાત કરી કે, કેન્દ્ર સરકારે વસ્તી વિષયક ફેરફારો (ડેમોગ્રાફિક ચેન્જ) પર નજર રાખવા માટે એક હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જની રચના કરી છે.
સરકાર દેશના ખૂણે-ખૂણેથી એક-એક ઘૂસણખોરને ઓળખીને તેમને ડિપોર્ટ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ ઘૂસણખોરોને દેશ છોડી દેવા માટે છેલ્લી તક આપતા એક મોટી રાહતની પણ જાહેરાત કરી છે. જે ઘૂસણખોરો કોઈપણ પ્રકારના દબાણ વગર પોતાની મેળે જ દેશ છોડીને પરત ચાલ્યા જશે, તેમની સામે સરકાર કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરે.
સરકારે આશા વ્યક્ત કરી છે કેે, સત્તાવાર રીતે ઓળખ અભિયાન શરૂ થાય તે પહેલા જ ગેરકાયદેસર વસાહતીઓ પોતપોતાના દેશમાં પરત ફરી જાય. સરહદ પર ફેન્સિંગ અને ઘૂસણખોરી વિરોધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની સર્વોચ્ચ પ્રાથમિક્તા છે.
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં થયેલા રાજકીય પરિવર્તનનો ઉલ્લેખ કરીને પૂર્વ મુખ્યમંત્રીના શાસન પર પ્રહરો કર્યા હતાં. અગાઉની સરકારના સમયમાં બંગાળમાં રોજબરોજ ઘૂસણખોરી થતી હતી, પરંતુ જ્યારથી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, ત્યારથી ઘૂસણખોરો આપોઆપ પોતાના દેશમાં પરત ફરવા લાગ્યા છે. નવી સરકારે ત્યાં ડિટેન્શન સેન્ટર્સ પણ ઊભા કરી દીધા છે.
પ. બંગાળ સરકારે દેશની સુરક્ષા માટે અઠવાડિયામાં આપી જમીન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સરકાર બન્યાના માત્ર ૭ દિવસની અંદર સરહદ પર વાડ લગાવવા માટે બીએસએફને ૬૦૦ હેક્ટર જમીન સોંપી દીધી હતી. દેશની સુરક્ષા માટે અતિ મહત્ત્વપૂર્ણ ગણાતા ચિકન્સ નેક કોરિડોર માટે પણ ૧ર૧ હેક્ટર જમીન તાત્કાલિક કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી છે, તેમ જણાવી તેમણે પ. બંગાળ સરકારની પીઠ થાબડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial