Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૨૯: જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલ આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં દિવ્યાંગ સ્વભિમાન સમર્પણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અબ્ુલરહીમ બ્લોચના અધ્યક્ષસ્થાને આયોજીત આ શિબિરમાં અતિથિવિશેષ પદે રાય કક્ષના દિવ્યાંગ ખેલાડી અને દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે, રાજ્ય કક્ષાના પેરાખેલાડી અને પેરા સ્પોર્ટસ એસોસિએશન-જામનગરના પ્રમુખ બિપીનભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા પેરા સ્પોર્ટસ એસો.-જામનગરના હોદ્દેદારો રીયાબેન ચિતારા, અંજુમબેન શેખ, કુલસુમનબેન શેખ, દિવ્યાંગ કાર્યકર જાયણીબેન મોઢા, ઐશ્વર્યાબા જાડેજા, અંકિતભાઈ બગથરિયા વિગેરેએ જહેમત ઊઠાવી હોવાનું આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial