Advertisement
Author: નોબત સમાચાર

ખીમરાણાના દારૂ પ્રકરણમાં કોંગ્રેસના હોદ્દેદાર એવા આરોપી કરાયા જેલહવાલેઃ ઘેરા પડઘા

રાજ્યના કોંગી તથા દલિત આગેવાનો દોડી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર નજીકના ખીમરાણામાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલી મોટર વેળાએ એક યુવાને વીડિયો બનાવી વાયરલ કર્યાે હતો તેની સામે ફરજ રૂકાવટ તેમજ દારૂની બોટલની લૂંટનો ગુન્હો નોંધાયા પછી આરોપીને જેલહવાલે કરાયો છે. જિલ્લા યુવક કોંગ્રેસ સાથે સંકળાયેલા આ હોદ્દેદારની સામે નોંધાયેલા ગુન્હા અંગે ઘેરા પ્રત્યાઘાતો પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

જામનગર નજીકના ખીમરાણા ગામમાં મોડીરાત્રે ફૂલસ્પીડમાં એક ઈનોવા મોટર ઘૂસ્યા પછી તેનો પીછો કરી રહેલી પોલીસ ટીમ પણ ખીમરાણા સધી આવી હતી. તે દરમિયાન ઈનોવા એક દીવાલ સાથે ટકરાઈને ઉભી રહી જતા તેનો ચાલક ઉતરીને નાસી ગયો હતો.

આ મોટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૪૭૦૪ ચપલા કબજે કર્યા હતા. આ વેળાએ દેવરાજ ગોહિલ નામના વ્યક્તિએ વીડિયો ઉતારી પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો અને એક પોલીસકર્મીને કોણી લગાડી દીધી હતી.

આ ગુન્હામાં આરોપીની પોલીસે ધરપકડ કર્યા પછી ગઈકાલે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યાે છે. આ આરોપી જામનગર કોંગ્રેસ સાથે સંકળાયેલો  છે. તેઓ જામનગર જિલ્લા યુવક કોંગ્રેસમાં પ્રમુખપદે સેવા આપી રહ્યા છે. તેઓની સામે પોલીસે જે રીતે ફરજ રૂકાવટ કરવા તથા મોટરમાંથી દારૂની બોટલની લૂંટ કરવાનો ગુન્હો નોંધ્યો છે તેના ઘેરા પડઘા પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે. કોંગ્રેસના ગાંધીનગર સ્થિત આગેવાનો તેમજ દલિત આગેવાનોમાં તેની ચર્ચાઓ શરૂ થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh