Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સગા ભાઈઓ ઝેરી શરાબ પી ને ટપોટપ મોતને ભેટયાઃ આક્રંદ
મુંબઈ તા. ૨૯: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડમાં ઝેરી દારૂ પીવાથી ૧૫ના મૃત્યુ થતા હાહાકાર મચ્યો છે. આ લઠ્ઠાકાંડ સંદર્ભે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે.
મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં ૧૫ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.
આ ઉપરાંત પોલીસ અને તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરાઈ છે કે, કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા નશીલા પદાર્થોનું સેવન ના કરો. સરકારી પરવાનેદાર પાસેથી જ દારૂ ખરીદવાનો આગ્રહ રાખવા જણાવાયું છે.
આ ભયાનક લઠ્ઠાકાંડમાં પુણેના ફુગેવાડી વિસ્તારમાં એક હ્ય્દયદ્રાવક ઘટના ઘટી છે. અહીં ઝેરી દારૂ પીવાના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓનું મોત થઈ ગયું છે. બંને ભાઈઓના ટૂંકા ગાળામાં જ ટપોટપ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે.
ઝેરી દારૂના કારણે ટપોટપ મોતના કિસ્સા પ્રકાશમાં આવતા જ પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, તે આખા ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે અલગ-અલગ જગ્યાએ તપાસ તેજ કરી દીધી છે.
તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા આવા નશીલા પદાર્થોનું સેવન ન કરે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial