Advertisement
Author: નોબત સમાચાર

રાવલની ભાગવત સપ્તાહમાં ઉજવાયો નંદ મહોત્સવ

નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી...

                                                                                                                                                                                                      

રાવલ તા. ર૯: જામ-રાવલમાં લોહાણા સમાજ તથા મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પૂ. શાસ્ત્રી શ્રી રાકેશભાઈ લહેરૂ (રાજુભાઈ ગોર) ના મૂખેથી કથામૃતનો લાભ બહોળા પ્રમાણમાં ભાવિકો ઊઠાવી રહ્યા છે.

આ કથા દરમિયાન વિવિધ પ્રસંગો ઉજવાઈ રહ્યા છે, તે પૈકી ગઈકાલે વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયા હતાં. 'નંદભયો'ની ગીત-સંગીત-નૃત્ય સાથે ઉજવણી થઈ, તે દરમિયાન વસુદેવની વેશભૂષામાં જીતેન્દ્રભાઈ કોટેચા, ભાવનાબેન તથા અન્ય ભાવિકો-મનોરથીઓના પરિવારોએ બાલકૃષ્ણને ટોપલીમાં શેષનાગની છત્રછાયામાં યમુનાજી ઓળંગીને મથુરાથી ગોકુલ પહોચાડવાનો પ્રસંગ ધામધૂમથી ઉજવ્યો હતો અને 'નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના ગગન ગજવતા નાદ્થી આખુ નગર ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે જામનગરથી ખાસ ઉપસ્થિત રહેલા મસાલાના અગ્રણી વ્યાપારી વિજયભાઈ કોટેચાએ રાવલના વરિષ્ઠ રઘુવંશી અગ્રણી વિઠ્ઠલભાઈ મશરૂ અને રાવલ લોહાણા મહાજનના હોદ્દેદારો તથા શાસ્ત્રીજી-મનોરથીઓનું સન્માન કર્યું હતું. સમગ્ર નંદ મહોત્સવમાં સ્થાનિક નગરજનો ઉપરાંત બહારગામથી આવેલા મહેમાનો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh