Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ધુનધોરાજીમાં પવનચક્કી સાઈટ પરથી રૂ।.૩૨,૪૦૦ના અર્થિંગ વાયરની ચોરી

મોટી ખાયડીમાં પણ ચાર લોકેશન પરથી વાયરની ચોરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: કાલાવડના ધુનધોરાજી ગામમાં આવેલી ખાનગી કંપનીની પવનચક્કીઓના ત્રણ લોકેશન પરથી બે સપ્તાહ પૂર્વે ૫૪ મીટર લંબાઈનો અને ૧૫૦ એમએમનો કોપરનો અર્થીંગ વાયર કોઈ શખ્સો ચોરી કરી ગયા છે. સિક્યુરિટી એજન્સીના સાઈટ ઈન્ચાર્જે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લાલપુરના મોટી ખાયડી ગામની સીમમાં પણ પવનચક્કીના ચાર લોકેશન પરથી રૂ।.પપ૨૦૦ના વાયરની ચોરી થઈ છે.

કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં આવેલી વિન્ડવર્લ્ડ ક્લિન એનર્જી ફોરેવર નામની કંપનીની પવનચક્કીની કુલ ત્રણ સાઈટ પર ગઈ તા.૧૪થી તા.૧૬ દરમિયાન અર્થીંગ માટે રાખવામાં આવેલા વાયરમાંથી ૬૦૦ મીટર વાયરની ચોરી થયાની કાલાવડ તાલુકાના મુળીલા ગામના રહેવાસી અને ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઈટ ઈન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે.

આ કંપનીના લોકેશન નં.૧૧૨, ૧૧૩ તેમજ ૧૧૪વાળા સ્થળો પર પવનચક્કીઓના ટ્રાન્સફોર્મરના બહારના ભાગથી જમીન તરફ લગાડવામાં આવેલા ૧૫૦ એમએમના કોપર અર્થીંગ વાયરમાંથી ૫૪ મીટર વાયર કાપી જવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ।.૩૨૪૦૦ના વાયરની ચોરીનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

લાલપુર તાલુકાના ગોવાણા ગામના રહેવાસી અને ગણેશ સિક્યુરિટી એજન્સીમાંથી સાઈટ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા કરશનભાઈ નાથાભાઈ પાથરે પણ રૂ।.૫૫૨૦૦ના વાયરની ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓના જણાવ્યા મુજબ લાલપુરના મોટી ખાયડી ગામની સીમમાં વિન્ડવિર્લ્ડ ઈન્ડિયા નામની પવનચક્કીના ચાર લોકેશન પરથી ૯૨ મીટર અર્થિંગ વાયર ચોરાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh