Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુમલામાં યુવાનને હાથમાં થયું ફ્રેક્ચરઃ
જામનગર તા. ૨૯: લાલપુર શહેરના શહીદ ગાર્ડનથી આગળ એક વાડી પાછળના ભાગમાં રોડની સાઈડ બુરવાનું જેસીબીથી કામ ચાલી રહ્યું હતું ત્યારે સિમેન્ટનું ભુંગળુ તૂટી જતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સે જેસીબીના માલિક પર ધોકાથી હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યું હતું.
લાલપુર તાલુકાના ખાયડી ગામના વાડી વિસ્તારમાં રહેતા દેવશીભાઈ જેઠાભાઈ ભાદરકા નામના આસામીના જેસીબી દ્વારા લાલપુર શહેરમાં શહીદ ગાર્ડન પાસે રોડની સાઈડ બુરવાનું માટી કામ શરૂ કરાયું હતું. તે કામ ચાલુ હતું ત્યારે પાણીના વહન માટેનું સિમેન્ટનું એક ભુંગળુ તૂટી ગયું હતું.
તે પછી બુધવારે સવારે સાડા સાતેક વાગ્યે લાલપુર તાલુકાના ગોદાવરી ગામના કિશન ગાગીયા, નયન ગાગીયા, નિલેશ ગાગીયા નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. આ શખ્સોએ ગાળો ભાંડી ઝઘડો કરવા ઉપરાંત નિલેશે ધોકાથી હુમલો કરી માર મારતા હાથના પંજામાં દેવશીભાઈને ફ્રેક્ચર થઈ ગયું છે. નયને ઢીકાપાટુથી માર મારી ઈજા કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય શખ્સ નાસી ગયા હતા. દેવશીભાઈને ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ લાલપુર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial