Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે ધ્રોલમાં શિક્ષણ વર્ગો યોજાયા

જામનગર તા. ૧ઃ ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે શ્રી શ્રીમતી એસ.એચ. એન્ડ સી.આર. ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રોલમાં તા.૦૨/૦૧/૨૩ થી તા.૦૭/૦૧/૨૩ સુધી યુવા મહિલાઓ તેમજ યુવકો માટેના બે સહકારી શિક્ષણ વર્ગો યોજવામાં આવ્યા હતા. આ બન્ને વર્ગનો પૂર્ણાહુતિ કાર્યક્રમ કોલેજના પ્રિન્સીપાલ ડો. વિજયભાઈ સોજીત્રાના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ વર્ગના પૂર્ણાહુતિ પ્રસંગે પ્રમુખસ્થાનેથી ડો.વિજયભાઈ સોજીત્રાએ જણાવેલ કે, કોઈપણ દેશનું સાચું મહામુલું ધન હોય તો તે 'યોવન' ધન છે, અત્યારના સમયમાં શિક્ષીત બેરોજગારોની સંખ્યા ઘણી વધતી જાય છે તેવા સમયે યુવા શક્તિ વેડફાય નહીં તે માટે સહકારી પ્રવૃતિમાં યુવાનો જોડાય અને સહકારી પ્રવૃતિ દ્વારા યુવાનો માટે રોજગારીનું નિર્માણ થઈ શકશે અને યુવાનો સહકારી પ્રવૃતિમાં પોતાનું નેતૃત્વ પુરુ પાડી શકશે. વધુમાં તેમણે જિલ્લા સહકારી સંઘ દ્વારા કોલેજમાં યુવાનો માટે યોજવામાં આવતા સહકારી શિક્ષણવર્ગોની પ્રશંસા કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ વર્ગના પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસ્થિત જામનગર જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી વશરામભાઈ ચોવટીયાએ જણાવેલ કે, વિશ્વના ઘણા દેશોમાં યુવકો સહકારી ક્ષેત્રની કામગીરીમાં સક્રીયતા સાથે કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. યુવકો સમર્પણ, સ્વાર્પણ અને નિર્ણયશક્તિ સાથે કામ કરવાના જુસ્સો અને જોમ ધરાવે છે. યુવકો ગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાથી સહકારી પ્રવૃત્તિને એક સફળ નેતૃત્ત્વ પૂરુ પાડી શકાશે અને સહકારની આવતીકાલ વધુ ઉજળી બની શકશે.

આ પ્રસંગે જામનગર જિલ્લા સહકારી સંઘના એક્ઝીક્યુટીવ ઓફીસર પ્રજ્ઞેશભાઈ નાકરાણીએ જણાવેલ કે, આજની યુવા પેઢી આપણા દેશનું ભવિષ્ય છે. આ યુવા પેઢીને કોલેજના શિક્ષણની સાથે સાથે યોગ્ય દિશા અને લક્ષ્ય મળે તે ખૂબ જરૃરી છે. સહકારી પ્રવૃતિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનો સામાજિક અને આર્થિક વિકાસ સાધી શકે છે. આજે વધુમાં વધુ મહીલાઓ સહકારી ક્ષેત્રે જોડાય અને તેના સંચાલનમાં પોતાનું યોગદાન આપે તે ખૂબ જ જરૃરી છે. વધુમાં તેઓએ જણાવેલ કે મહા પુરૃષોના જીવન ચરીત્રમાંથી યુવાનોએ બોધ મેળવી જીવનમાં ઉતારવો જોઈએ, સારા પુસ્તકોના વાંચનથી જીવનને યોગ્ય દિશા આપી શકાય છે.

આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો શ્રી હીરપરા, શ્રી ડોબરીયા તેમજ શ્રીમતી જશુબેન ચોધરીએ હાજરી આપી હતી આ છ દિવસના તાલીમવર્ગ માં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. પૂર્ણાહુતિ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર શ્રી ગામીત અને આભારવિધિ મહીલા સી.ઈ.આઈ મંજુલાબેન પ્રજાપતિએ કરી હતી, તાલીમ વર્ગનું સંચાલન જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટીવ ઓફિસર પ્રજ્ઞેશભાઈ નાકરાણી અને મહિલા સી.ઈ.આઈ. મંજુલાબેન પ્રજાપતિએ કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh