Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીઆરએફ-જિલ્લા તંત્રની મોકડ્રીલઃ
જામનગર તા. ૧ઃ સતર્કતા અને સજ્જતાની ચકાસણી માટે કુદરતી આપદા સમયે લોકોને ત્વરિત મદદ મળી રહે તે માટે એનડીઆરએફ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કર્યું હતું, જેમાં વાવાઝોડાને કારણે શાળામાં ફસાયેલા ૧પ બાળકોને ત્વરિત બચાવાયા હતાં.
જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા તેમજ કુદરતી આપદા વેળાએ લોકોને ત્વરિત મદદ મળી રહે તે માટે જામનગરની ડી.સી.સી. સ્કૂલમાં એનડીઆરએફ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવાઝોડાના કારણે ૧પ જેટલા બાળકો શાળામાં ફસાયા હતાં અને તમામને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાને કારણે તેઓ અસહાય સ્થિતિમાં હતાં અને શાળાના મકાનમાંથી બહાર નીકળવા સક્ષમ ન હતાં.
જે ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ તત્કાલ બચાવ કામગીરી હાથ ધરી હતી અને આધુનિક સંસાધનો સાથે જવાનો દ્વારા શાળામાં ફસાયેલ તમામ બાળકોને હેમખેમ બચાવી લઈને બહાર કઢાયા હતાં અને અંતમાં એનડીઆરએફ દ્વારા આ સમગ્ર કવાયતને મોકડ્રીલ જાહેર કરાતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો.
આ સમગ્ર મોકડ્રીલમાં શહેર પ્રાંત અધિકારી ડી.ડી. શાહ, એનડીઆરએફ ઈન્સ્પેક્ટર સુધીર કુમાર, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માનસીસીંઘ તેમજ પોલીસ વિધાગ, ફાયર વિભાગ, ૧૦૮ ઈમરજન્સી, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, જામનગર મહાનગરપાલિકા, જિલ્લા હોમગાર્ડસ, નાગરિક સંરક્ષણ વિભાગ, શિક્ષણ વિભાગ, આરટીઓ સહિતના વિભાગો જોડાયા હતાં અને સમગ્ર કવાયતને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag