Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્શન કરી પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માતઃ પુત્રીએ ગૂમાવી પિતાની છત્રછાયાઃ
જામનગર તા.૧ ઃ જામનગર નજીકના શેખપાટ ગામના પાટિયા પાસે આજે સવારે રાજકોટ તરફથી દોડી આવતી એક મોટર આગળ જતાં ટ્રકના ઠાઠામાં ઘૂસી જતાં નગરના જાણીતા કારખાનેદાર પરિવારના યુવાનનુું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. મૃતક એક પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ, પોલીસ તથા ૧૦૮ ધસી ગયા હતા.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ નજીકના શેખપાટ ગામના પાટિયા પાસે આજે સવારે સાડા પાંચેક વાગ્યે જામનગરના જાણીતા રાજશાંતિ મેટલ્સવાળા રાજભાઈ શાંતિલાલ હરિયાના પિતરાઈ ભાઈ વિપુલભાઈ જયંતિલાલ હરિયા (ઉ.વ.૪૭)ની મોટરને અકસ્માત નડ્યો હતો.
જામનગરથી દર્શનાર્થે બહારગામ ગયેલા વિપુલભાઈ આજે સવારે પોતાની જીજે-૧૦-એપી ૭૪૦૭ નંબરની લાલ રંગની મોટરમાં જામનગર પરત ફરી રહ્યા હતા ત્યારે આગળ જતાં એક ટ્રકની પાછળ તેઓની મોટર ઘૂસી જતાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા વિપુલભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત પછી ત્યાં થંભી ગયેલા અન્ય વાહનચાલકોએ તે દૃશ્ય નિહાળી પોલીસ તેમજ ફાયરબ્રિગેડ અને ૧૦૮ને જાણ કરી હતી. જામનગર ફાયરબ્રિગેડના રાકેશ ગોકાણી સહિતના જવાનો સાડા છ વાગ્યે ધસી ગયા હતા. ફાયરબ્રિગેડે ટ્રકમાં ખરાબ રીતે ઘૂસી ગયેલી મોટરને બહાર કાઢવાના પ્રયાસો શરૃ કર્યા પછી અંદરથી ડ્રાઈવીંગ સીટ પર બેસેલા વિપુલભાઈ મળી આવ્યા હતા. શહેરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા સ્વપ્નીલ એપાર્ટમેન્ટમાં રહેતા આ યુવાનને ૧૦૮ના સ્ટાફે ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.
તે દરમિયાન પોલીસની સાથે જ વિપુલભાઈના પરિવારજનો પણ બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાન વિપુલભાઈ રાજશાંતિ મેટલ્સ સાથે સંકળાયેલા હોવાની સાથે પરિણીત હતા, તેઓની પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવી છે. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag