Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા
જામનગર તા.ર૬ ઃ જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડીકેવી સાયન્સ કોલેજમાં કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા.૨૦ના યોજાયેલા સેમિનારમાં ૧૨૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સત્રમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું અનુબંધમ પોર્ટલ એપ્લિકેશન દ્વારા ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ રોજગારલક્ષી સેમિનારમાં ડો. દિવ્યેશભાઈ ગોસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ, ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક ડિગ્રી માટે વિવિધ તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં રોજગાર કચેરી, જામનગર દ્વારા ચાલતી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતી મેળાઓ વિશે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે આભાર વિધિ ડો. નિર્મલસિંહ ઈશરાણી દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનાર સત્રમાં ડીકેવી સાયન્સ કોલેજના ડો. જીજ્ઞેશભાઈ એચ. પંડયા, ડો. ચાંદનીબેન કે. ગોસ્વામી અને ડો. એસ.એ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમ મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન સાંડપાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag