Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડીઆરના રિપોર્ટનું વિશ્લેષણઃ
નવી દિલ્હી તા. ૧ઃ એ.ડી.આર.ના રિપોર્ટ મુજબ દેશમાં પપ૮ મંત્રી મહોદયો પૈકી ર૩૯ મંત્રીઓ ગુનેગાર છે અને ૧૬૪ મંત્રીઓ પર ગંભીર ગુન્હા નોંધાયા છે.
એનડીઆર દ્વારા ર૮ રાજ્યો અને ર કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓના ગુનાનો ઈતિહાસ મિલકત અને શૈક્ષણિક વિગતોનું કુલ પપ૮ મંત્રીઓની વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાંથી ર૩૯ મંત્રીઓ પર ગુનાઓ દાખલ થયેલ છે. તેમાંથી ૧૬૪ ગંભીર ગુના ધરાવે છે. જેવા કે મર્ડર, હત્યાનો પ્રયાસ, કીડનેપિંગ, દુષ્કર્મોને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે. દેશના મંત્રીઓમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રી કર્ણાટકના એન. નાગારાજુ છે. જે ૧રર૪ કરોડથી વધુ મિલકત ધરાવે છે.
ગુજરાતના ૯૪ ટકા મંત્રીઓ કરોડપતિ છે. ગુનાહિત ઈતિહાસવાળા મંત્રીઓની સરેરાશ મિલકત ર૧.ર૧ કરોડ રહેલી અહેવાલમાં સામે આવી રહી છે. ગુજરાતના બળવંતસિંહ રાજપૂત ૩૭ર કરોડની મિલકત ધરાવે છે અને તેઓ દેશમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રીઓમાં પાંચમા નંબર પર છે.
દેશમાં માત્ર ૯ ટકા મહિલા મંત્રીઓ છે, તેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં ૮ મહિલા મંત્રી છે, જ્યારે ગોવા, દિલ્હી, મહારાષ્ટ્ર, સિક્કિમ, મિઝોરમ, અરૃણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને હિમાચલ પ્રદેશમાં એક પણ મહિલા મંત્રી નથી. દેશમાં ર૩ ટકા મંત્રીઓ ગ્રેજ્યુએટ છે. ર૩ ટકા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ૧પ ટકા મંત્રીઓ ધોરણ ૧ર પાસ અને ૯ ટકા મંત્રીઓ ધોરણ ૧૦ પાસ છે.
તામિલનાડુમાં ૩૩ મંત્રીઓ પર ર૮ (૮પ ટકા), હિમાચલ પ્રદેશમાં ૯ મંત્રીઓ પર ૭ (૭૮ ટકા), તેલંગાણામાં ૧૭ મંત્રીઓ પર ૧૩ (૭૬ ટકા), મહારાષ્ટ્રમાં ર૦ મંત્રીઓ પર ૧પ (૭પ ટકા), પંજાબમાં ૧પ મંત્રીઓ પર ૧૧ (૭૩ ટકા) અને બિહારમાં ૩૦ મંત્રીઓ પર ર૧ (૭૦ ટકા) ગુનાઓ નોંધાયેલા છે.
જ્યારે મહારાષ્ટ્રમાં ર૦ મંત્રીઓ પર ૧૩ (૬પ ટકા), ઝારખંડમાં ૧૧ મંત્રીઓ પર ૭ (૬૪ ટકા), તેલંગાણામાં ૧૭ મંત્રીઓ પર ૧૦ (પ૯ ટકા), બિહારમાં ૩૦ મંત્રીઓ પર ૧પ (પ૦ ટકા), તામિલનાડુમાં ૩૩ મંત્રીઓ પર ૧૬ (૪૮ ટકા) અને પંજાબમાં ૧પ મંત્રીઓ પર ૧૦ (૪૭ ટકા) મંત્રીઓ પર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag