Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો

જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઈનોવેશન રજૂ કરાયાઃ

જામનગર તા.૨૮ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર આયોજિત જિલ્લાકક્ષાનો ૮મો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ બે દિવસ માટે યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાંથી તેમજ માધ્યમિક વિભાગમાંથી ઈનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા.

આ ઈનોવેશન ફેસ્ટિવલમાં માધ્યમિક વિભાગમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરમાં આઈઈડીએસએસ યુનિટના વિશિષ્ટ શિક્ષકો રમેશભાઈ ભંડેરી, મયુરધ્વજસિંહ ઝાલા અને ઝાહીદભાઈ હિંગોરજાએ સમાવેશી શિક્ષણમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી સવલતો અને સશક્તિકરણ નવતર પ્રયોગ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનો જનજાગૃતિ સંદેશ શાળા, શિક્ષકો, વાલીઓ અને મુલાકાતીઓને ૨૧ પ્રકારની દિવ્યાંગતાની સમજ માટે પેમ્પલેટ વિતરણ કર્યું હતું. આ તાલીમ સત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રા.શિ. છત્રપાલસિંહ જાડેજા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે મેળામાં  સ્ટોલની મુલાકાત લઈને શુભેચ્છા આપી પ્રચાર-પ્રસારની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે ઈનોવેટીવ ટીચર્સને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh