Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહોદય અને મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં
રક્તદાતાઓને એક-એક લાખનો અકસ્માત વીમો અપાશે
જામનગર તા. ૧ઃ જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના જયેષ્ઠ પુત્ર ગુંજનની પુણ્ય સ્મૃતિના ઉપલક્ષમાં બીજા રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના ડી.કે.વી. કોલેજ સર્કલ પર આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના કોમન હોલમાં આગામી તા. પ ફેબ્રુઆરીના રવિવારે સવારે ૯-૩૦ થી બપોરના ૧ર-૩૦ વાગ્યા દરમિયાન જી.જી. હોસ્પિટલ બ્લડ બેંકના સથવારે ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનિયમ દ્વારા આ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માનવ સેવાના આ કાર્યમાં રક્તદાન કરી સહયોગ આપનારા દરેકને આ કાર્યના સહભાગી ગણાત્રા પરિવાર તરફથી રૃા. એક-એક લાખનો અકસ્માત વીમાનો લાભ પ્રોત્સાહનરૃપે આપવામાં આવશે.
આ માટે રક્તદાતાઓએ પોતાના આધાર કાર્ડ-પાન કાર્ડની ફોટો સ્ટેટ કોપી સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રક્તદાતાઓ આ માટે પ્રણવસિંહ જાડેજા (મો.નં. ૭૬૦૦૭ ર૭ર૭ર) તથા ગિરીશભાઈ ગણાત્રા (મો.નં. ૯૯ર૪૦ ૭પ૯ર૪) ને વોટ્સ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આ રક્તદાન યજ્ઞ દરમિયાન શહેરની મોટી હવેલીના પ.પૂ. ૧૦૮ ગો. શ્રી વલ્લભરાયજી મહોદય આશીર્વાદ આપવા માટે પધારમણી કરશે. તેમજ રાજ્યના કેબિનટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરશે તેમ ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનિયમના પ્રમુખ રમેશભાઈ ગઢવીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag