Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેય શખ્સે ચોરી, લૂંટ સહિતના આચર્યા છે ઓગણાસિત્તેર ગુન્હાઃ
જામનગર તા.૧ ઃ જામનગરના ચાર શખ્સ સામે એલસીબીએ ગેંગકેસ રજીસ્ટર કરાવ્યો છે. આ આરોપીઓના ગુન્હાહિત ઈતિહાસની ચકાસણી કરાતા આ ટોળકી સામે અત્યાર સુધીમાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી સહિતના કુલ ૬૯ ગુન્હા નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. તેથી ચારેય સામે ગેંગકેસની નોંધણી થઈ છે.
જામનગરના બેડેશ્વર નજીકના વૈશાલીનગરમાં રહેતા આબીદ રસીદ ચંગડા ઉર્ફે આબલા, ધરારનગર-૧માં રહેતા અબ્દુલ કાસમ જોખીયા, હુસેન અલીમામદ જોખીયા ઉર્ફે હુસના ચોર તથા ઈસ્માઈલ ઈબ્રાહીમ ઉર્ફે ભુરા નામના શખસો સામે સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલા હોય. જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે આ શખ્સોના ગુન્હાઓના ઈતિહાસને ચકાસવાનું શરૃ કર્યું હતું.
તે દુકાન ઈ-ગુજકોપના ડેટા ચકાસાતા ચારેય શખ્સે જામનગર શહેર ઉપરાંત ધ્રોલ, લાલપુર, જામજોધપુરમાં ચોરી, લૂંટને અંજામ આપ્યો હોવાનું ખૂલવા ઉપરાંત આ ટોળકીએ અમરેલી જિલ્લા, બોટાદ જિલ્લા, રાજકોટ શહેર, ધોરાજી તાલુકા, જુનાગઢ શહેર, મોરબી જિલ્લા, વાંકાનેર તાલુકા, કચ્છના મુંદ્રા તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ ગુન્હા આચર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.
આ ટોળકી મિલકત સંંબંધી ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતી હોય અને ટોળકીના હુસેન ઉર્ફે હુસના ચોર સામે અત્યાર સુધીમાં ૩૫ ગુન્હા, અબ્દુલ કાસમ સામે ૨૧ ગુન્હા, આબીદ રસીદ ચંગડા સામે ૧૦ ગુન્હા તથા ઈસ્માઈલ ઉર્ફે ભૂરા સામે ૩ ગુન્હા નોંધાયાનું પણ એલસીબી સમક્ષ ખૂલ્યું હતું. આ બાબતની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને વિગતો અપાયા પછી તેઓની સૂચનાથી ગેંગકેસ નોંધાવવાની તજવીજ કરાઈ હતી. એલસીબીના હે.કો. વનરાજ મકવાણાએ ખુદ ફરિયાદ બની ગઈકાલે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સ સામે આઈપીસી ૪૦૧, ૧૨૦ (બી), ૩૪ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag