Advertisement
Author: નોબત સમાચાર

'વોઈસ ઓફ સૌરાષ્ટ્ર' તરીકે જાણીતા પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને રાજ્ય સભાના સભ્ય

જામનગર તા. ૧ઃ રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર (કોર્પોરેટર અફેર્સ) શ્રી પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ છે.

જામનગર જિલ્લાના ખંભાળિયાના વતની અને યુવાવસ્થાથી જ નેતૃત્વના ગુણો ધરાવતા પરિમલભાઈ 'વોઈસ ઓફ સૌરાષ્ટ્ર' તરીકે જાણીતા છે અને આજે પણ તેઓ સૌરાષ્ટ્રને લગતી સમસ્યાઓને સમયાંતરે વાચા આપે છે. જુદા જુદા અનેક વ્યવસાયોના અનુભવોનું ભાથું લઈને તૈયાર થયેલા આ હીરલાની ક્ષમતાને ધીરૃભાઈ અંબાણીએ પીછાણી અને જામનગર નજીક વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ઊભી કરવાની જવાબદારી તેમના ખભે મૂકવામાં આવી જે પરિમલભાઈએ સફળતાપૂર્વક સંપન્ન કરી અને પરિણામે અંબાણી પરિવાર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજ્યસભાના સભ્ય તરીકે ઝારખંડનું બે ટર્મ સુધી પ્રતિનિધિત્વ કર્યા પછી હાલ તેઓ આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. પરિમલભાઈએ ઝારખંડ અને આંધ્રપ્રદેશના સાંસદ તરીકે આ બન્ને રાજ્યોના પ્રશ્નો તો રાજ્યસભામાં ઊઠાવ્યા જ છે, પરંતુ ગુજરાતને લગતા વિષયો અંગે પણ તેઓ સંસદ અને સંસદની બહાર સક્રિય રહ્યા છે.

બાળપણથી જ રમતગમતમાં ઊંડો રસ ધરાવતા પરિમલભાઈ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ પરિમલભાઈનું વિશેષ યોગદાન રહ્યું છે. હાલમાં તેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે આ વિશ્વ વિખ્યાત રમતના તાલીમબદ્ધ ખેલાડીઓ તૈયાર કરવા માટે જહેમત ઊઠાવી રહ્યા છે.

વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણ એમના શોખના વિષયો રહ્યા છે. ખાસ કરીને એસિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે અને કરી રહ્યા છે. ગીરના સિંહ ઉપર તેમણે એશિયાટિક લાયનઃ પ્રાઈડ ઓફ ગુજરાત નામનું પુસ્તક પણ લખ્યું છે.

નાથદ્વારા ટેમ્પલ ટ્રસ્ટમાં પણ તેઓ સક્રિય છે અને આ ધર્મસ્થાનમાં ભક્તોની સુવિધા માટેની પ્રવૃત્તિ સતત કરતા રહેતા હોય છે. અગાઉ દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે શ્રી પરિમલભાઈએ મંદિર પરિસર અને દ્વારકા શહેરના વિકાસ માટે અવિસ્મરણિય કામો કર્યા છે.

આમ, ઉદ્યોગ, રમત-જગત, રાજકારણ ધર્મ અને આધ્યાત્મ, વન્યજીવ સંરક્ષણ, શિક્ષણ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર પરિમલભાઈ નથવાણી 'સંબંધોના બાદશાહ' ગણાય છે. એમના પરિચય કે સંપર્કમાં આવેલી પ્રત્યેક વ્યક્તિને હંમેશાં યાદ રાખીને જરૃરિયાતના સમયે તન-મન-ધનથી સહકાર આપવાનો એમનો ગુણ એમને અસામાન્ય માનવી બનાવે છે.

આવા શ્રી પરિમલભાઈ નથવાણીને જન્મદિવસના ખબ ખૂર અભિનંદન અને ભગવાન દ્વારકાધીશ તથા માતા ખોડિયાર તેમને નિરોગી દીર્ઘાયુષ્ય આપે તેવી પ્રાર્થના.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh