Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના કેબીનેટમંત્રી મૂળુભાઈ બેરા પણ જોડાયા
ખંભાળીયા તા. ૧ઃ રેટા કાલાવડ ગામનો ડેમ સંપૂર્ણ ભરાતા અનેક ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂરતું પાણી મળી રહે ખાસ કરીને સિંચાઈનો વિસ્તાર વધે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી સિંચાઈ અને પાણીની સર્વગ્રાહી યોજનાઓનો પૂરેપૂરો લાભ મળે તે માટે આજે જિલ્લાના પ્રભારી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને વન પર્યાવરણ પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાએ ગામોની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરી આવા કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ પણ કરી હતી.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો માટે ખાસ કરીને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને પૂરતી વીજળી તેમજ આધુનિક માર્ગો સાથે તમામ માળખાગત સુવિધા ગામડાઓમાં પણ થાય તે માટે લક્ષ્યાંકો સાથે કામ કરવામાં આવી રહ્યું છે. સાચા કામમાં ખોટો વિલંબ કરવો નથી.
આ તકે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ સાથે રહ્યા હતા અને જિલ્લાના મહત્વના પ્રોજેક્ટમાં જિલ્લા કક્ષાએ કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
રેટા કાલાવડ ગામના ડેમ નું ૯૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીની કામગીરી રૃબરૃ સંકલનથી હકારાત્મક રીતે વહેલાસર પૂર્ણ કરવા સંબંધીત અધિકારીને સૂચના આપી હતી. ડેમનું કામ પૂર્ણ થતા સિંચાઈનો વિસ્તાર પણ વધશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag