Advertisement
Author: નોબત સમાચાર

દુનિયામાં ૧ર દેશો એવા છે, જ્યાં આવકવેરો જ ઉઘરાવાતો નથી!

ગલ્ફ કન્ટ્રીઝ અને યુરોપના રાષ્ટ્રોનો સમાવેશ

નવી દિલ્હી તા. ૧ઃ દુનિયાના કેટલાક એવા દેશો છે જેમાં લોકો પાસેથી ઈન્કમ ટેક્સ લેવામાં આવતો નથી. આ દેશોમાં ખાડી દેશો યુએઈ અને ઓમાનના નામ સામેલ છે. કુલ ૧ર દેશોમાં આવકવેરો ઉઘરાવાતો નથી.

વિશ્વના મોટાભાગના દેશોમાં ટેક્સ એ આવકનો મુખ્ય સ્ત્રોત છે, જો કે જુદા જુદા દેશોમાં ઘણાં સ્વરૃપોમાં ટેક્સ લગાવવામાં આવે છે, પરંતુ આમાં લોકોની કમાણી પર આવકવેરો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત સહિત ઘણાં દેશોમાં લોકોને આવકવેરાના બદલામાં મોટી રકમ ચૂકવવી પડે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશ છે જેમાં લોકો ૫ાસેથી ઈન્કમ ટેક્સ લેવામાં આવતો નથી. હા, આ દેશોમાં ખાડી દેશો યુએઈ અને ઓમાનના નામ સામેલ છે.

ધ બહમાસઃ ધ બહમાસ દેશ જેને પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે તે પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા નાગરિકોને ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.

યુએઈઃ યુનાઈટેડ આરબ અમીરાત ગલ્ફ ક્ષેત્રના સૌથી ધનિક દેશોમાંનો એક છે. તેલ અને પર્યટનને કારણે યુએઈની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. આ કારણોસર યુએઈમાં લોકોને આવકવેરામાં રાહત આપવામાં આવી છે.

બહેરીનઃ ગલ્ફ કન્ટ્રી બહેરીનમાં પણ નાગરિકોને તેમની કમાણી પર કઈપણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૃર નથી. બહેરીનમાં સરકાર દ્વારા જનતા પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો નથી.

બ્રુનેઈઃ તેલના ભંડાર ધરાવતું બ્રુનેઈ ઈસ્લામિક કિંગડમ વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયામાં આવે છે. અહીં લોકોને કોઈપણ પ્રકારનો ઈન્કમટેક્સ ચૂકવવો પડતો નથી.

કેમેન આઈલેન્ડઃ કેમેન આઈલેન્ડ દેશ ઉત્તર અમેરિકા ખંડમાં કેરેબિયન પ્રદેશમાં આવે છે. તે પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ છે અને ઘણાં લોકો અહીં રજાઓ ગાળવા પહોંચે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ દેશમાં કોઈએ ઈન્કમટેક્સ ભરવો પડતો નથી.

કુવૈતઃ કુવૈત, ગલ્ફ ક્ષેત્રમાં આવતા મુખ્ય તેલ નિકાસકાર દેશ, બહેરીન જેવા નાગરિકો પાસેથી કોઈ આવકવેરો લેવામાં આવતો નથી.

ઓમાનઃ આ યાદીમાં બહેરીન અને કુવૈત ઉપરાંત ગલ્ફ દેશ ઓમાનનો પણ સમાવેશ થાય છે. જેઓ ઓમાનના નગરિક છે તેમણે આવકવેરો ચૂકવવો પડતો નથી. તેનું કારણ ઓમાનનું મજબૂત તેલ અને ગેસ ક્ષેત્ર માનવામાં આવે છે.

કતારઃ ઓમાન, બહેરીન અને કુવૈતની જેમ કતાર તેના ઈંધણને કારણે ખૂબ જ મજબૂત છે. આ દેશ બેશક નાનો છે, પરંતુ અહીં રહેતા લોકો ખૂબ જ સમૃદ્ધ છે. અહીં ણ આવકવેરો લેવામાં આવતો નથી.

માલદીવઃ માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી લોકો માલદીવની મુલાકાતે પહોંચે છે. દરિયા કિનારે આવેલું માલદીવ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક કહેવાય છે. માલદીવમાં પણ નાગરિકોને આવકવેરો ભરવો પડતો નથી.

મોનાકોઃ મોનાકો યુરોપનો ખૂબ નાનો દેશ છે આમ છતાં અહીંના નાગરિકો પાસેથી ક્યારેય આવકવેરો વસૂલવામાં આવતો નથી.

નૌરુઃ નૌરુને વિશ્વનું સૌથી નાનું ટાપપં રાષ્ટ્ર કહેવામાં આવે છે, જેનું ક્ષેત્રફળ માત્ર ૮.૧ ચોરસ માઈલ છે. નૌરૃમાં પણ લોકો પાસેથી આવકવેરો લેવામાં આવતો નથી.

સોમાલિયાઃ પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયા પણ ટેક્સ ફ્રી છે, જો કે સોમાલિયામાં આર્થિક સંકટ છવાયેલું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh