Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિર્મલા સીતારામણના બજેટને આવકારતું
જામનગર તા.૧ ઃ આજે કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મળા સીતારામણે વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેને શેરબજારે દિલથી આવકર્યું હોય તેમ બપોરે એકવાગ્યે સેન્સેકસમાં ૧૧૯૮ પોઈન્ટનો અને નિફટીમાં ૩૦૪ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજે આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ થાય તે પહેલા જ ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આજનું બજાર જોરદાર તેજી સાથે જ ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સમાં પ્રારંભમાં ૪૧૭ પોઈન્ટ ઉછાળો જોવા મળે હતો. જ્યારે જે ૧૧ વાગ્યા સુધીમાં ૫૪૫ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો જેમ જેમ બજેટનો પટારો ખુલતો ગયો તેમ શેરબજારે બજેટને આવકાર્યું હોય તેમ બપોરે ૧ વાગ્યે સેન્સેક્સમાં ૧૧૯૮ પોઈન્ટ અને નિફટીમાં ૩૦૪ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. હજુ પણ બજારમાં તેજી યથાવત જળવાઈ રહી છે અને બજારનો ટ્રેન્ડ જોતા આજે સ્ટોક માર્કેટ ઉછાળા સાથે જ બંધ થશે તેમ જોવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag