Advertisement
Author: નોબત સમાચાર

બજેટમાં નાણામંત્રી સીતારમણની મહત્ત્વપૂર્ણ જાહેરાતોઃ ૭ પ્રાથમિક્તાઓ

ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થાઃ સીતારમણ

નવી દિલ્હી તા. ૧ઃ બજેટમાં વિવિધ મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરતા નાણામંત્રી સીતારમણે કહ્યું છે કે ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે, જે ભારતની આર્થિક મજબૂતી દર્શાવે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની ૭ પ્રાથમિક્તાઓ જણાવી છે. એમાં ઈન્ફ્રા, ગ્રીન ગ્રોથ, ફાઈનાન્શિયલ સેક્ટર અને યુથ પાવર સામેલ છે. તેમણે કહ્યું કે, રાજ્યોની સક્રિય ભાગીદારી, સરકારી અને જાહેર ભાગીદારી સાથે મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપવા ઉપરાંત કૃષિ દેવાના લક્ષ્યને વધારી ર૦ લાખ કરોડ રૃપિયા કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકારે કોરોના કાળમાં એવું નક્કી કર્યું હતું કે, કોઈ ભૂખ્યું ના સુવે, અમારા કાર્યકાળમાં ૪૭.૮ કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. તે સિવાય ૧૪ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ મદદ આપવામાં આવી છે. કોરોના કાળમાં ૮૦ કરોડથી વધુ ગરીબોને ર૮ મહિનાથી મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત હવે પ્રતિવ્યક્તિની આવક વધીને ૧.૯૭ લાખ રૃપિયા થઈ ગઈ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, દેશમાં કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને પ્રાથમિક્તા આપવામાં આવશે. આ માટે યુવાન ઉદ્યમીઓ દ્વારા કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે એગ્રિકલ્ચર એક્સિલેટર ફંડ તૈયાર કરવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૪ થી સરકારે પ્રયાસો કરી તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. માથાદીઠ આવક બમણાથી વધુ વધી રૃપિયા ૧.૯૭ લાખે પહોંચ્યું છે. આ ૯ વર્ષોમાં ભારતીય અર્થતંત્ર વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે.

બજેટમાં નાણામંત્રીએ મોટી જાહેરાતો કરતા કહ્યું છે કે, આગામી નાણાકીય વર્ષમાં રેલવે માટે ર.૪૦ લાખ કરોડ રૃપિયાની જોગવાઈ કરાશે. આગામી ૧ વર્ષ સુધી મફત અનાજ યોજના, આ માટે ર લાખ કરોડ રૃપિયાનું બજેટ રખાયું છે. મૂડી રોકાણનો ખર્ચ ૩૩ ટકા વધારી ૧૦ લાખ કરોડ રૃપિયા કરાઈ રહ્યો છે. જે જીડીપીના ૩.૩ ટકા હશે. ૫જી પર સંશોધન માટે એન્જિનિયરીંગ કોલેજોમાં ૧૦૦ લેબ બનશે. મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમના પોતાના બોન્ડ લાવી શકશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખર્ચ ૬૬ ટકા વધારી ૭૯ હજાર કરોડ રૃપિયાથી વધુનો કરાશે. આગામી ત્રણ વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતા ૭૪૦ એકલવ્ય મોડલ સ્કૂલો માટે ૩૮,૮૦૦ શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરાશે. દેશમાં પ૦ નવા એરપોર્ટ બનશે.

નાણામંત્રીએ કહ્યું કે, આદિવાસી સમૂહોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પીએમબીપીટીજી વિકાસ મિશન શરૃ કરવામાં આવશે. જેથી પીબીટીજી વસવાટોને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી શકે. આગામી ૩ વર્ષમાં આ યોજના લાગુ કરવા માટે ૧પ,૦૦૦ કરોડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતી ૭૪૦ એકલવ્ય મોડલ સ્કૂલો માટે ૩૮,૮૦૦ શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરશે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, એક લાખ પ્રાચીન પુરાલેખો (આર્કાઈવ્સ) નું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે. નાણામંત્રી દ્વારા બજેટ અંતર્ગત ભારતીય મિલેટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઈન્ડિયન મિલેટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે આપવામાં આવશે. હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે દેશમાં પ૦ નવા એરપોર્ટ બનાવવાની જોગવાઈ પણ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh