Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાંથી ઝડપાયેલી પ૦૦ની નકલી નોટના પ્રકરણમાં જામનગર કનેક્શન ખૂલ્યું

આરોપીઓની આંગડિયા પેઢી પાસે નોટ વટાવ્યાની કબૂલાતઃ

જામનગર તા.૧ ઃ રાજકોટમાંથી રૃા.પ૦૦ના દરની કેટલીક જાલીનોટ ઝડપાયા પછી પોલીસે આરોપીઓની ધરપકડનો દૌર શરૃ કર્યાે હતો. જેમાં તેલંગણા રાજ્યમાંથી એક આરોપી પકડાયો હતો. આ શખ્સોએ જામનગર ઉપરાંત રાજકોટની આંગડિયા પેઢીમાં જાલીનોટ વટાવી લીધાનું ખૂલવા પામ્યું છે.

રાજકોટમાં વ્યવસાય કરતા એક વેપારીને રૃા.પ૦ હજારની રકમ આંગડિયા પેઢી મારફત મળ્યા પછી તે નોટ બેંકમાં જમા કરાવાતા તેમાંથી રૃા.પ૦૦ના દરની કેટલીક નોટ નકલી હોવાનું ખૂલ્યું હતું. તે પછી હરકતમાં આવેલી રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કરતા રાજકોટના ભરત મેરામભાઈ બોરીચા, ગુરૃપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી, તેજસ રાજુભાઈ જસાણી, વિમલ બિપીનભાઈ થડેશ્વર અને મયુર બિપીનભાઈ નામના શખ્સોને પકડી પાડ્યા હતા. આ શખ્સોએ પુનાના કમલેશ સિવનદાસ જેઠવાણીએ તે નોટ આપી હોવાનું કબૂલ્યું હતુંં.

ત્યારપછી પોલીસની આગળ વધેલી તપાસમાં તેલંગણા રાજ્યના વિંકારાબાદ જિલ્લાના તંદુર ગામના રમેશ બાબુ નામના શખ્સની ધરપકડ કરાઈ હતી. આ શખ્સોના રિમાન્ડ મેળવાતા આ શખ્સોએ રૃા.પ૦૦ના દરની નકલી નોટ રાજકોટની પી.એમ. આંગડીયા તથા જામનગરની વી. પટેલ આંગડીયા પેઢીમાં કેટલીક નોટો વટાવી લીધી હોવાની વિગતો જાહેર થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh