Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લાયસન્સ વગર ચાલતી વધુ ૨૫ ચિકન-મટન શોપ સીલ કરાઈ

જામનગર પાલિકા દ્વારા બે દિવસથી ચાલી રહી છે સીલીંગ કામગીરી

જામનગર તા. ૧ઃ જામનગરમાં લાયસન્સ વગર ચાલતા નોન વેજ.ની દુકાનો ઉપર મહાનગર પાલિકા દ્વારા બે દિવસથી સીલીંગ કામગીરી ચાલી રહી છે. ગઈકાલે વધુ ૨૫ દુકાનો સીલ કરવામાં આવી હતી. આમ છેલ્લા બે દિવસમાંં કુલ ૪૨ દુકાનો સીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા હદ વિસ્તારમાં મીટ શોપ, ચિકન શોપ, અને સ્લોટર હાઉસમાં નિરીક્ષણ કરી લાયસન્સ વગરના બીન આરોગ્ય પ્રદ હોય તેવા એકમોમાં કાયદા, નિયમનો ભંગ થતો હોય તેવા એકમો સામે જીપીએમસી એકટ અન્વયે કલોઝ ડાઉન-સીલીંગ સહિતના પગલા મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવી રહ્યા રહ્યા છે. મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચનાથી એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર દિક્ષીતભાઈ, દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી ફુડ ઈન્સ્પેકટર એન.પી. જાસોલીયા, દશરથ આસોડીયા, શોપ શાખાના હસમુખ પાંડોર, સોલીડ વેસ્ટ શાખાના ઝોન ઓફિસર દિપક પટેલ, વગેરેની ટીમ દ્વારા સોમવારે ૧૭ દુકાનો સીલ કર્યા પછી ગઈકાલે વધુ ૨૫ દુકાનો લાયસન્સ વગર ચાલતી હોવાથી સીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજી અન્વયે કોર્ટના આદેશ પછી આ કામગીરી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh