Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી
ખંભાળિયા તા. ૩૧: રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ ડિસેમ્બર અને ૧લી જાન્યુઆરી એમ બે દિવસની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જે આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચુર, ગાગા, સોનારડી, રાપર તેમજ ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો મોલાણ સહિતના અમુક વિસ્તારોમાં આજે માવઠું વરસ્યું હતું. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુક્સાન થયું છે, તો વાતાવરણમાં પણ શિયાળાની ઠંડકમાં વધારો થયો હતો.
આમ કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ભરશિયાળે વરસાદ થતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતાં.
આ કમોસમી વરસાદના કારણે ખાસ કરીને શિયાળુ પાક જેવા કે, જીરૂ, ધાણા, ચણા, ઘઉં વિગેરે પાક તૈયાર થઈ રહ્યા છે, જેને વ્યાપક નુક્સાનીની આશંકા છે.
હાલાર ઉપરાંત નજીકના પોરબંદર પંથકમાં વરસાદના વાવડ છે, તેમજ કચ્છમાં અને જામનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યાં વરસાદની શક્યતા છે. સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ છે.
રાજ્યના હવામાન વિભાગે તા. ૩૧ અને ૧ ના વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ગુજરાતમાં જોવા મળી છે.
માવઠા પછી તા. ર અથવા ૩ જાન્યુઆરીથી ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થશે, અને કોલ્ડવેવની શક્યતા છે. પરિણામે તીવ્ર ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે.
વરસાદની આગાહીના પગલે ખેડૂતોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હજુ આવતીકાલ સુધીની વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial