Advertisement
Author: નોબત સમાચાર

પડાણામાં ગ્રામ પંચાયત કચેરીના ૩૯માંથી ૧૭ સીસીટીવી કેમેરાની થઈ ચોરીઃ ચકચાર

બે કેમેરામાં નુકસાન પણ સર્જાયું: તપાસનો ધમધમાટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: લાલપુર તાલુકાના પડાણા ગામમાં ગ્રામ પંચાયત કચેરીએ સ્વભંડોળમાંથી ગામમાં લગાડેલા ૩૯માંથી ૧૭ સીસીટીવી કેમેરાની છેલ્લા પખવાડીયામાં ચોરી થઈ ગઈ છે. જ્યારે બે કેમેરાને નુકસાન પણ કરવામાં આવ્યું છે. તલાટી-કમ-મંત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના પડાણા ગામમાં પડાણા ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી એકત્ર થયેલી રકમમાંથી જુદા જુદા સ્થળે ૩૯ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા. તે કેમેરાના માધ્યમથી જુદી જુદી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી.

તે દરમિયાન ગઈ તા.૧પની રાત્રિ પછી તા.૧૯ની રાત્રિ સુધીમાં અને ત્યારપછી ગયા રવિવારની રાત્રિ પછીના સમયમાં તે કેમેરાઓમાંથી ૧૭ કેમેરાની કોઈ શખ્સે ઉઠાંતરી કરી લીધી છે. રૂ।.૩૭૪૦૦ના ઉપરોક્ત કેમેરા અને તેની સાથે જોડાયેલા વાયરો સહિતના સાધનો મળી કુલ રૂ।.૩૬૧૭૦ની મત્તા ચોરાઈ ગઈ છે અને આ શખ્સે પડાણા ગામના અન્ય બે કેમેરામાં પણ નુકસાન કરી જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું છે.

આ બાબતની જામનગરમાં રહેતા અને પડાણા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા પી.બી. પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મેઘપર પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh