Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપી પણ ચેકીંગમાં જોડાયાઃ નશાની હાલતમાં રખડતા ૧૬૧ પાંજરે પૂરાયાઃ ૧૧૯ મોટરમાંથી ડાર્ક ફિલ્મ કઢાવાઈઃ
જામનગરમાં આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી થવાની છે ત્યારે કેટલાક લોકો દારૂનો નશો કરી વાહન ચલાવતા હોય અને કેટલાક શખ્સો દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોય તેઓને પકડી પાડવા માટે ગઈકાલથી પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગાે તેમજ શહેર સાથે જોડાયેલા ધોરીમાર્ગાે પર સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે મોડીરાત્રે પણ પોલીસ બ્રેથ એનેલાઈઝર સાથેના સાધનો સાથે કડક ચેકીંગ કરવાની છે. તે દરમિયાન ગઈકાલે સાંજે શહેરના મુખ્ય પોઈન્ટ પર સમાવિષ્ટ ડીકેવી સર્કલ પાસે ચેકીંગ માટે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની તેમજ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા અને એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા સ્ટાફ, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી તથા સ્ટાફ અને સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. કાળી ફિલ્મ લગાડીને જતી મોટરો તેમજ પૂરતા કાગળો સાથે રાખ્યા વગર વાહન ચલાવતા ટુ વ્હીલર ચાલકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા હતા. સમગ્ર રાત્રિ દરમિયાન કરાયેલા કોમ્બિંગમાં જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ૧૬૧ શખ્સ નશાની હાલતમાં ઝડપાયા છે. ૧૮ શખ્સ જુગાર રમતા મળી આવ્યા છે. ૧૧૯ મોટરમાંથી કાળી ફિલ્મ કઢાવવામાં આવી છે અને શહેરના સાંકળા માર્ગાેને ધોરીમાર્ગ સમજી ફૂલસ્પીડમાં વાહન ચલાવતા ૨૧ ટુ વ્હીલર કબજે કરી લેવામાં આવ્યા છે. એમવી એક્ટ હેઠળ જુદા જુદા ગુન્હામાં પ૭ વાહન ડીટેઈન થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial