Advertisement
Author: નોબત સમાચાર

પ. રેલવે દ્વારા અમદાવાદને સંલગ્ન ૮૫ ટ્રેનની સ્પીડ વધારાતા ૧૯૭ ટ્રેનોનું ટાઈમટેબલ બદલાયુ

ઓખા-જય૫ુર ટ્રેનની સ્પીડમાં પણ ૩૦ કિ.મી.નો વધારો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩૧: અમદાવાદને લગતી ૮૫ ટ્રેનની સ્પીડ વધતાં કુલ ૧૬૭ ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા છે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગને લાગુ પડતી ૮૫ ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પહેલી જાન્યુઆરીથી જુદી જુદી કુલ ૧૬૭ ટ્રેનના સમયમાં પાંચથી ૪૫ મિનિટ સુધીનો ફેરફાર થશે.

રેલવે વિભાગે દાવો કર્યો છે કે, આ ફેરફારના કારણે અમદાવાદ વિભાગના વિવિધ સ્ટેશનને લાગુ પડતી ૨૩ ટ્રેનની મુસાફરીમાં કુલ સમયમાં ૫થી ૪૦ મિનિટ સુધીનો ઘટાડો થશે. એટલે મુસાફરોનો કિંમતી સમય બચશે. અમદાવાદ વિભાગ દ્વારા ગુરૂવાર (પહેલી જાન્યૂઆરી ૨૦૨૬)થી લાગું પડતું નવું સમય પત્રક પણ જાહેર કરવમાં આવ્યું છે. ટ્રેનોની ગતિ વધારવાના કારણે વિવિધ સ્ટેશનો પર ૧૧૦ જેટલી ટ્રેન પોતાના અગાઉના સમય કરતા ૫થી ૪૦ મિનિટ સુધી વહેલી પહોંચી જશે. જ્યારે ૫૭ ટ્રેન પોતાના હાલના સમય કરતા ૫થી ૪૫ મિનિટ સુધી મોડી પડશે. એટલે કે કુલ ૧૬૭ ટ્રેનના સમયમાં ફેરફાર થશે.

અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભુજ સહિતના રેલવે સ્ટેશન પર આવક-જાવક કરતી ટ્રેનના સમય હવે બદલાઈ જશે.

ટ્રેનના સમય અંગેની વિગતો રેલવેની વેબસાઈટ પર તેમજ પૂછપરછ માટેના ૧૩૯ નંબર પરથી મુસાફરો મેળવી શકશે. પશ્ચિમ રેલવે દ્વારા કુલ ૮૯ ટ્રેનની સ્પીડમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકથી માંડીને ૬૬ કિ.મી. પ્રતિકલાક સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ વિભાગને ૮૫ જેટલી ટ્રેન લાગું પડે છે.

સૌથી વધુ સ્પીડ વધારવામાં આવી છે, તેવી ટ્રેન પર નજર કરીએ તો બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સારાય રોહિલ્લામાં ૬૬, અજમેર-દાદારમાં ૪૨, જેસલમેર-બાન્દ્રા ટર્મિનસમાં ૪૦, બિકાનેર-દાદરમાં ૩૫, દાદર-ભગત કી કોઠીમાં ૩૦, ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસમાં ૪૦ અને ઓખા-જયપુર ટ્રેનની સ્પીડમાં ૩૦ કિ.મી.નો વધારો કરાયો છે. એટલે કે આ ટ્રેનો હવે તેની અગાઉની સ્પીડ કરતા આટલી વધારે સ્પીડથી દોડાવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh