Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહીના ઠરાવો પસાર કરાયા

ભ્રષ્ટાચારમાં ગળાડૂબ શાસકોએ નિયમ વિરૂદ્ધ કાર્યવાહીનો આક્ષેપ કરતા ધારાસભ્ય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિ.પં. પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો ઠરાવ સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યો હતો.

જિ.પં.ના બાંધકામ વિભાગના ઈજનેર એસ.વી. બાવીસી વિરૂદ્ધ સરખું કામ કરતા ન હોવાથી, રોડના કામમાં ડાયવર્ઝન નહીં કાઢવા અંગે તેમજ કામ પૂરા થયા પછી સર્ટિફિકેટ માટે સરપંચોને હેરાનગતિની ફરિયાદોના આક્ષેપો સાથે રૂ।. એકનો ટોકન દંડ કરી સરકારમાં પરત મોકલવા, ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ કચેરીમાં મોટાભાગે ગેરહાજર રહેતા હોવાનો, ફોન પર અને રૂબરૂમાં ઊડાવ જવાબો આપતા હોવાનો અને પ્રજાલક્ષી કામગીરી સરખી રીતે નહીં કરતા હોવાના આક્ષેપ સાથે રૂ।. ૧ નો ટોકન દંડ કરી તેમને પણ રાજ્ય સરકારમાં પરત મોકલવાનો ઠરાવ થયો હતો.

જામનગર ગ્રામ્યના મુખ્ય સેવિકાને અન્યાય કરવા બદલ આઈસીડીએસ વિભાગના મુખ્ય અધિકારી સામે પક્ષપાતી વલણ કરવાનો આક્ષેપ પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ કર્યો હતો, જેથી આ અધિકારીની કાર્યવાહી અંગે કમિટીની રચના કરવા અને તપાસ કરવાનો નિર્ણય કરાયો હતો.

આ સામાન્ય સભામાં સ્વભંડોળની વણવપરાયેલી રકમની ફરીથી યોગ્ય વ્યવસ્થા કરવા, આયુર્વેદ શાખા હસ્તક વિભાપર ગામમાં એક નવું દવાખાનું બનાવવા, રેતી રોયલ્ટી અને સ્ટેમ્પ ડ્યુટીના મંજુર કામોમાં ફેરફાર, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોના આયોજનના ઠરાવો કરવામાં આવ્યા હતાં.

આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હાલના જિલ્લા પંચાયતના શાસકો પ્રજાલક્ષી કામોના બદલે ભ્રષ્ટાચાર કેમ થાય તે દિશામાં જ કામ કરે છે. શાસકોએ અણઘડ વહીવટનો નમૂનો રજૂ કર્યો છે, જેમાં અધિકારીઓ ઉપર આક્ષેપો કરી અધિકારીઓ સામે નિયમ વિરૂદ્ધ ઠરાવ કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh