Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થર્ટી ફર્સ્ટની શાંતિપૂર્વક ઉજવણીના લક્ષ્ય સાથે પોલીસ તંત્ર સાબદુઃ અદ્યતન ચેકીંગ વ્યવસ્થા
ખંભાળિયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રી ૩૧ ડિસેમ્બરના મધ્યમાં દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ૧૪ ચેકપોસ્ટ, ૭પ૮ જવાનો દ્વારા કડક ચેકીંગની વ્યવસ્થા કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપીઓ સાગર રાઠોડ તથા વિસ્મય માનસેતા તથા દ્વારકા જિલ્લાના ૩૩ અધિકારીઓ સહિત ૭પ૮ કર્મચારીઓ દ્વારા તથા તમામ પોલીસ સ્ટેશનો તથા એલ.સી.બી., એસઓજીના સ્ટાફ દ્વારા ૩૧ ડિસેમ્બર તથા ૧ જાન્યુઆરી વર્ષના છેલ્લા અને વર્ષના પ્રથમ દિને શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તથા કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે બે દિવસનું ખાસ આયોજન કરાયું છે.
ગઈકાલ રાત્રિથી જ તેનો અમલ પણ સમગ્ર જિલ્લામાં શરૂ થઈ ગયો હતો. જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા તેમના પોલીસ સ્ટેશન વિભાગોમાં કુલ ૧૪ પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટો પર એક અધિકારી તથા સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ ઓડિયોઝ કેમેરા, વોકીટોકી સાથે ચેકીંગ તથા એનાલાઈઝર કેમેરા ચેકીંગ થશે.
ખાસ નાઈટ ચેકીંગ કરીને નામચીન શખ્સોનું ચેકીંગ થશે. ભીડવાળા તથા ખાસ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી ચેકીંગ થશે. સાયબર સેલ દ્વારા સોશિયલ એકાઉન્ટ ચેકીંગ થશે. મહેફીલો થાય તેવા સ્થળોનું ચેકીંગ, મહિલા પોલીસ ટૂકડીઓ દ્વારા રોમિયોગીરી કરતા તત્ત્વોનું ચેકીંગ થશે. જિલ્લા પોલીસ દવારા કેફી પીણું ના પીવા, આવી પાર્ટીમાં સામેલ ના થવા કેફી પાર્ટી ઉજવણી થતી દેખાય તો ૧૧ર પર જાણ કરવા તથા તંત્રને સહકાર આપવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial