Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂના આરોપોનો નવો એઆઇ વિડીયો નવા એકાઉન્ટથી વહેતો થતા ખળભળાટ
જામનગર તા. ૩૧: જામનગરમાં તાજેતરમાં સોશ્યલ મીડિયામાં લેન્ડ ડેવલોપર તથા ધારાસભ્ય સહિતનાં લોકો વિરુદ્ધ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી અપપ્રચાર કરવાનું ષડયંત્ર પ્રકાશમાં આવતા આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુન્હો નોંધાયો હતો. જે પછી એકાઉન્ટ સંબંધિત સોશ્યલ મીડિયા સાઇટ પરથી હટી ગયુ છે પરંતુ એ જ પ્રકારનાં આરોપવાળો એઆઇ નિર્મિત વિડીયો 'જાગૃત નાગરિક' નામનાં આઇડી પરથી વહેતો થતા ખળભળાટ થયો છે.
છેલ્લા થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર વિશાલ કણસાગરા નામનાં આઇડી પરથી લેન્ડ ડેવલોપર જમનભાઇ ફળદુનાં અપપ્રચાર કરતા એઆઇ વિડીયો અપલોડ થતા હતા તેમજ આ જ આઇડી પરથી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની છબિ ખરડાઈ એ પ્રકારનાં પણ એઆઇ વિડીયો વહેતા થયા હતા જે પછી આ એકાઉન્ટ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુન્હો દાખલ થયા પછી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરમ્યાન પોલીસ કાર્યવાહી પછી વિવાદિત પોસ્ટ અપલોડ કરનાર વિશાલ કણસાગરા નામનું એકાઉન્ટ હાલ ઉપલબ્ધ નથી પરંતુ 'જાગૃત નાગરિક' નામનાં એકાઉન્ટ પરથી જમનભાઇ ફળદુ વિરૂદ્ધ એ જ પ્રકારનાં જૂના આરોપવાળો નવો એઆઇ વિડીયો વહેતો થતા ફરી એક વખત સોશ્યલ મીડિયામાં દુષ્પ્રચારનો સિલસિલાનો આરંભ થયો છે એમ કહી શકાય.
આ 'જાગૃત નાગરિક' કોણ છે એ તપાસનો વિષય છે. હાલ ટેક્નોલોજીનાં યુગમાં ઘણાં ભેજાબાજ લોકોની ટેક્નિકલ કુશળતા સામે પોલીસનાં હાથ ટૂંકા પડતા હોય એવું ચિત્ર ઘણીવાર ઉપસે છે.
જામનગરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા સોશ્યલ મીડિયા વોરમાં હવે જાગૃત નાગરિક મેદાને પડતા ફરી એક વખત ડિજીટલ વર્લ્ડમાં આરોપોની આંધી ઉડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial