Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષાન્તે દર વર્ષે સહેલાણીઓની જામે છે ભીડ
દ્વારકા તા. ૩૧: ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડીને દ્વારકાને પસંદ કર્યું અને રાજધાની બનાવી. તેની પાછળ પૌરાણિક, સામાજિક, આર્થિક અને કૌટુંબિક કારણોના ઘણાં સંદર્ભો મળે છે, પરંતુ બહુ ઓછા પ્રમાણમાં પ્રચલિત એ કારણ પણ હોઈ શકે કે ભારતનો અંતિમ સૂર્યાસ્ત પશ્ચિમ ક્ષેત્રના આ સ્થળેથી થાય છે.
દ્વારકામાં અરબી સમુદ્ર કિનારે આવેલ સનસેટ પોઈન્ટના બાંધકામમાં પ્રથમ બે પગથિયા ઉતરાયણ અને દક્ષિણાયન દર્શાવે છે. તે પછીના પગથિયા સપ્તાહના સાત વાર સૂચવે છે. તેનાથી નીચેનું વર્તુળ પૃથ્વીની કલ્પનાનું રેખાંકન સૂચવે છે. બીજું વર્તુળ ક્ષિતિજને સમાંતર બનાવાયું છે. બાંધકામમાં ર૭ નક્ષત્રોને સૂચવતા ર૭ કાણા બનાવાયા છે.
ખગોળશાસ્ત્રોના નિષ્ણાતો આ સ્થળેથી સૂર્યાસ્ત વિશિષ્ટ રીતે જોઈને અભ્યાસ કરી શકે છે. માનવમનને પ્રફૂલ્લિત કરે તેવું સૂર્યાસ્તનું દૃશ્ય જોવા યાત્રિકો મોટી સંખ્યામાં આ સ્થળની મુલાકાત લેતા હોય છે. આ સનસેટ પોઈન્ટ પુરાતત્ત્વવિદે અને જાણકારોના માર્ગદર્શન હેઠળ બનાવ્યો હતો અને સોમરસ માર્ગ પણ બનાવાયો હતો.
અહીં રાજ્ય સરકારે મૂકેલા શિલાલેખમાં પણ 'પશ્ચિમકાંઠે સૂર્યનું છેલ્લું કિરણ અહી પડે છે' તેવું નોંધવામાં આવ્યું છે. સહેલાણીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. થોડા સમય પૂર્વે જ અહીં દક્ષિણ ભારતના સંતની રામાનુજાચાર્યની મૂર્તિ પ્રતિષ્ઠાપિત કરી સનસેટ પોઈન્ટને રીનોવેટ કરાવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial