Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાનું જગતમંદિર રોશનીથી ઝળહળઃ નાતાલની રજાઓમાં ભકતોનું ઘોડાપૂર...

છુટ્ટીયા આતે હી દ્વારકા દૌડ આતે હૈ અબ લોગ, મસ્તી કે બદલે ભકિત મેં ઉત્સવ મનાતે હૈ અબ લોગ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩૧:     યાત્રાધામ દ્વારકામાં હવે દરેક તહેવાર - ઉત્સવ પર ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. વેકેશન કે એકસાથે આવતી  રજાઓમાં પહેલા લોકો હિલ સ્ટેશન કે અન્ય પર્યટન સ્થળોએ ફરવા જતા પરંતુ છેલ્લા ઘણાં સમયથી લોકો રજાઓમાં પર્યટન સ્થળોએ ફરવા જવાની બદલે યાત્રાધામોની યાત્રા કરવાને પ્રાથમિકતા આપતા જોવા મળે છે.

ચારધામ પૈકીનાં એક એવા દ્વારકામાં નાતાલનાં મિની વેકેશનને પગલે યાત્રિકોનો ધસારો જોવા મળી રહૃાો છે. મોટાભાગનાં હોટલ, ધર્મશાળા તથા ઉતારાઓ હાઉસફુલ થઇ જતા યાત્રિકોને જામનગર - પોરબંદર કે રાજકોટ જેવા નજીકનાં મોટા સેન્ટરોમાં રોકાવું પડે એવી સ્થિતિ વચ્ચે દ્વારકામાં છેલ્લા બે દિવસમાં જ જગતમંદિરે એક લાખ જેટલા દર્શનાર્થીઓ આવ્યા હોવાનું નોંધાયુ છે. મંદિર સંચાલકો તથા તંત્ર દ્વારા પણ ભાવિકોનાં ઘોડાપૂર ને ધ્યાને લઇ પૂર્વતૈયારીઓ કરી હતી.

કલેક્ટર રાજેશ તન્ના, એસપી જયરાજસિંહ વાળા, ડીવાયએસપી સાગર રાઠોડ તથા શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિનાં વહીવટદાર હિમાંશુ ચૌહાણ સહિતનાં સત્તાધીશો - હોદ્દેદારોએ સંકલન સાધી યાત્રિકોની સુવિધા માટે ટ્રાફિક નિયમન માટે વિશેષ પાર્કિંગ સ્થળો આરક્ષિત કરવાની તથા મંદિરમાં બેરીકેડ વગેરે મૂકવા સહિતની વ્યવસ્થાઓ અમલમાં મૂકી હતી. ભાવિકોનાં બહોળા પ્રમાણમાં અવિરત આગમનને પગલે જગતમંદિરે પણ રૌશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. સંધ્યા સમય પછી જગતમંદિરનું શિખર રંગબેરંગી લાઇટીંગથી ઝળહળી ઉઠ્યું છે તથા રાત્રે પણ ધ્વજાજીનાં દર્શન થઇ શકે છે જેને પગલે દર્શનાર્થીઓ ધન્ય થઇ રહૃાા છે.શારદાપીઠ, સનાતન સેવા મંડળ, ગાયત્રી શક્તિપીઠ જેવી ધાર્મિક સંસ્થાઓ પણ યાત્રિકોનાં ઉતારા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સેવારત છે. સનાતન હિન્દુ ધર્મનાં દરેક તહેવારમાં દ્વારકામાં લાખો ભક્તોનું ઉમટવું લોકોની કાળીયા ઠાકર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનાં પુરાવા તથા સનતાન ધર્મનાં સુવર્ણયુગની ઝાંખી સમાન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh