Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રાત્રે વર્ષ ર૦રપને દેશ-દુનિયામાં વિદાય અને વર્ષ ર૦ર૬ના વધામણા માટે રંગબેરંગી-ઉમંગભર્યા આયોજનોઃ ઝળહળશે રોશનીઃ થશે આતશબાજી
જામનગર તા. ૩૧: આજે વર્ષ ર૦રપ ના અંતિમ દિવસની આખરી રાત્રિ 'થર્ટી ફર્સ્ટ નાઈટ'ની ઉજવણી કરવા માટે હાલારના બન્ને જિલ્લામાં ખાસ કરીને યુવા વર્ગમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
જામનગર શહેરમાં હોટલો, રેસ્ટોરન્ટોમાં થર્ટી ફર્સ્ટ નાઈટના સંદર્ભમાં ખાસ પેકજવાળા બુફે/ડીનરની ઓફરો કરવામાં આવી છે, રેસ્ટોરન્ટો/હોટલોને રોશનીથી સજ્જ કરવામાં આવ્યા છે. અમુક હોટલોમાં મ્યુઝિક સિસ્ટમ/ડી.જે. સાથે ડાન્સ ફ્લોરની સુવિધા પણ રાખવામાં આવી છે.
જ્યારે શહેરની આસપાસના વિસ્તારોમાં આવેલા રેસ્ટોરન્ટો, ધાબા, રીસોર્ટ અને પાર્ટી પ્લોટોમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યા છે.
મોટા રીસોર્ટ અને પાર્ટી પ્લોટમાં લાઈટોની ઝગમગાટ સાથેના વિશાળ ડાન્સીંગ ફ્લોર બનાવાયા છે અને ત્યાં ડી.જે. અને હાઈફાઈ મ્યુઝિક/સંગીત સાથે યુવા વર્ગ, કપલ, પરિવારો ડાન્સનો આનંદ માણે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, સાથે સાથે આવા સ્થળો પર થર્ટી ફર્સ્ટની ખાસ ઉજવણી અંગે ડાન્સ વીથ ડીનરના પેકેજ જાહેર કરવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં તો નાતાલના વેકેશનમાં રપ તારીખથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને દ્વારકાના જગતમંદિર, ગોમતી ઘાટ, પંચકૂઈ, ગાયત્રી મંદિર સામેનો બીચ ઉપરાંત નાગેશ્વર મંદિર, શિવરાજપુર બીચ, સીગ્નેચર બ્રિજ, બેટદ્વારકામાં પણ પર્યટકો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ઉમટી રહ્યા છે.
દ્વારકાના દરિયા કિનારે ખાસ કરીને સુવિખ્યાત સનસેટ પોઈન્ટ પર ર૦રપ ના અંતિમ સૂર્યાસ્તનો નજારો જોવા માટે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની ધારણા છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ડાન્સ તથા ડીનર સાથે કેટલાક ગ્રુપો દ્વારા ડ્રન્કીંગ પાર્ટીના પણ ખાનગીમાં આયોજનો થઈ રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા આ બાબતે છેલ્લા બે દિવસથી ચારેતરફ ચેકીંગ/પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આજની રાત્રે દારૂના દુષણ સાથે થર્ટી ફર્સ્ટ મનાવનારા સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.
થર્ટી ફર્સ્ટની મધ્યરાત્રિએ આ ઉજવણીના સ્થળો પર ર૦રપ ને વિદાય આપવા સાથે નવા ઉમંગ, નવી આશાઓ સાથે ર૦ર૬ ના વર્ષના આગમનને વધાવવામાં આવશે. આમ આજે રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ઉત્સવનો માહોલ છવાયેલો જોવા મળશે.
આજે ''બાય બાય ૨૦૨૫ અને વેલકમ ૨૦૨૬''ને લઇને દેશભરમાં ભવ્ય ઉજવણી થવાની છે. રાત પડશે ને જાણે દિવસ ઉગશે એવો માહોલ ઉભો થશે. ડાન્સ-ડીજે અને ડીનર સાથે સેલિબ્રેશન (ઉજવણી) કરવા યુવા વર્ગમાં ભારે થનગનાટ છે. રાત્રે ૧૨ના ટકોરે ભવ્ય આતશબાજીના કાર્યક્રમમાં ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે પોલીસ પણ સાબદી થઇ છે.
દિલ્હી-મુંબઇ-હૈદ્રાબાદ બેંગ્લોર રાતભર ગીત-સંગીતના જલસા થવાના છે. ઠેરઠેર થીમ બેઇઝડ પાર્ટીના પણ આયોજનો થયા છે. ૨૦૨૫ને ટાટા તથા ૨૦૨૬ને વેલકમ કરવા સૌ કોઇ સજજ થયા છે.
બધાએ પોતપોતાની રીતે નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. ઘણાં લોકો પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરવામાં વ્યસ્ત છે. પ્રખ્યાત મંદિરો અને પર્યટન સ્થળોએ લોકોની ભીડ એકઠી થવા લાગી છે.
દિલ્હીમાં આજે સાંજે ૭ વાગ્યાથી કનોટ પ્લેસ અને ઈન્ડિયા ગેટની આસપાસ ટ્રાફિક પ્રતિબંધો અમલમાં રહેશે. ઘણા આંતરછેદોથી આગળ પ્રવેશ બંધ રહેશે, પાર્કિગ મર્યાદિત રહેશે અને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રાજધાનીમાં નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે થાય તે માટે, શહેરમાં ૧૭,૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ દળમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડનો સમાવેશ થાય છે. સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગોવામાં તાજેતરની આગની ઘટના બાદ, ગોવા પોલીસ નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે ઉચ્ચ સતર્કતા પર છે. દરિયાકાંઠાના વિસ્તારો, પબ અને પાર્ટી ઝોનમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે પ્રવાસીઓને સલામતીની ખાતરી આપી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ લાગુ કરવામાં આવશે.
લખનૌમાં ૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને, પોલીસે બેફામ વાહન ચલાવવા, હુમલો અને છેડતી જેવી ઘટનાઓને રોકવા માટે ખાસ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન યોજનાઓ વિકસાવી છે. ડીસીપી ટ્રાફિકે પોતે સઘન વાહન ચેકિગ ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું. બાઇક સ્ટંટ, ગુંડાગીરી અને ટ્રાફિક ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
પટનામાં મરીન ડ્રાઇવ સહિત સમગ્ર પટનામાં સઘન વાહન ચેકિગ ચાલી રહૃાું છે. ડીસીપીએ બાઇકર ગેંગ, નશામાં વાહન ચલાવવા, ગેરકાયદેસર દારૂ અને ડ્રગ નેટવર્ક સામે કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. ભીડભાડવાળા વિસ્તારોમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ચંદીગઢમાં નવા વર્ષની ઉજવણીની અપેક્ષાએ ચંદીગઢમાં લગભગ ૧,૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વીસ ખાસ મહિલા ટુકડીઓ પણ ફરજ પર રહેશે. મુખ્ય બજારો, ક્લબો અને રહેણાંક વિસ્તારોમાં આખી રાત સતર્કતા રાખવામાં આવશે. મનાલીમાં નવા વર્ષ પહેલા પ્રવાસીઓનો ભારે ધસારો થવાની સંભાવના છે. હોટલો લગભગ ભરાઈ ગઈ છે. ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિગ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે વહીવટીતંત્ર સતર્ક છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત છે.
જયપુરમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને જયપુરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. ટ્રાફિક જામ ટાળવા માટે એક ખાસ ટ્રાફિક યોજના લાગુ કરવામાં આવી છે. મુખ્ય પર્યટન સ્થળો અને બજારોમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. નોઈડામાં નવા વર્ષની ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે નોઈડા પોલીસ ઉચ્ચ સતર્કતા પર છે. વરિષ્ઠ અધિકારીઓ વ્યક્તિગત રીતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહૃાા છે. સંયુક્ત સીપી રાજીવ નારાયણ મિશ્રાએ ભીડવાળા વિસ્તારોમાં ફલેગ માર્ચ કરી.
વારાણસી/ મથુરા / પ્રયાગરાજમાં ધાર્મિક શહેરો વારાણસી, મથુરા અને પ્રયાગરાજ નવા વર્ષના દિવસે ભક્તોની રેકોર્ડ ભીડ જોઈ રહૃાા છે. હોટલો ભરાઈ ગઈ છે, ટેક્સીઓ ઓછી છે અને મંદિરોમાં લાંબી કતારો છે. વહીવટીતંત્રે સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે ખાસ વ્યવસ્થા કરી છે. પુરીમાં વર્ષના અંતિમ દિવસોમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૨૬ સુધી ભીડ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન મજબૂત બનાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial