Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૪૦૦ લીટર આથો, ૧૨૦ લીટર દારૂ કબજેઃ
ભાણવડ તા. ૩૧: ભાણવડ નજીકના બરડા ડુંગરમાં ગઈકાલે સ્થાનિક પોલીસે એલસીબી ટીમને સાથે રાખી કરેલા કોમ્બિંગમાં કુલ ૪૪૦૦ લીટર આથો તથા ૧૧૦ લીટર દેશી દારૂ મળી આવ્યો છે. બે શખ્સ પોલીસને જોઈને નાસી ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલા બરડા ડુંગરમાં ગઈકાલે સ્થાનિક પોલીસ તથા એલસીબી સ્ટાફે કોમ્બિંગ કર્યું હતું. જેમાં ધામણીનેસ પાસે બાવળની ઝાળીઓમાંથી બાબર ગલાભાઈ મોરી નામના શખ્સનો મનાતો ૨૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો. ત્યાંથી ૫૦ લીટર તૈયાર દેશી દારૂ પણ ઝડપાયો હતો. દરોડા પહેલાં બાબર મોરી નાસી ગયો હતો.
ધામણીનેસમાંથી જ જીવણ ગલાભાઈ મોરી નામના શખ્સનો મનાતો ૨૨૦૦ લીટર આથો અને ૬૦ લીટર તૈયાર દારૂ કબજે કરવામાં આવ્યો છે. આ આરોપી પણ પલાયન થઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial