Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પંથકના સામાજિક અગ્રણીનું હૃદયરોગના હુમલાથી નિધનઃ ચાલુ બાઈકે હુમલો આવ્યો

ભૂચરમોરીના પરમસેવકના નિધનથી શોક પ્રસર્યાે:

                                                                                                                                                                                                      

   ધ્રોલ તા. ૩૧: ધ્રોલ પંથકના સામાજિક અગ્રણી સોમવારે સાંજે બાઈક પર ધ્રોલ તરફ આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં તેઓને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું નિધન થયું છે.

ધ્રોલમાં છેલ્લા ૩૫ વર્ષથી ભૂચરમોરીના શહીદોની અવિરત અને નિઃસ્વાર્થ ભાવે સેવા કરનારા, સામાજિક કાર્યકર અને જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘના મહામંત્રી નિર્મળસિંહ (નિરૂભા) નારૂભા જાડેજા (ઝીલારીયા)નું તા.૨૯ના દિને હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. જ્યારે તેઓ પોતાના વતન ઝીલારીયાથી બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ચનોલ ગામ પાસે હાર્ટએટેક આવતા સ્થળ પર તેમનું નિધન થયું હતું.

મૂળ ઝીલારીયા ગામના વતની અને ધ્રોલ એસટી ડેપોમાં નોકરી કરી બે વર્ષ પૂર્વે નિવૃત્ત થયા પછી તેઓ વ્યવસાયની સાથે સતત સામાજિક સેવામાં સમર્પિત હતા. ભૂચરમોરી શહીદ સ્મારક સાથે તેમનો અતૂટ નાતો હતો. જ્યારે ભૂચરમોરીના કાર્યક્રમોમાં શરૂઆતમાં માત્ર થોડા જ લોકો આવતા હતા ત્યારથી લઈ આજે હજારોની મેદની ઉમટે છે. ત્યાં સુધી તેઓ કોઈપણ જાતના પ્રચારની ભૂખ વગર મૂકસેવક બની કાર્ય કરતા રહ્યા. નવું શહીદ સ્મારક બન્યા બાદ તેઓ દરરોજ મુલાકાત લેતા અને રાજેન્દ્રસિંહ વાઘેલા સાથે મળીને સ્મારકની જાળવણી અને વિકાસની સતત ચિંતા કરતા હતા.

નિર્મળસિંહ જાડેજા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સમર્પિત કાર્યકર હતા. તેઓએ ધ્રોલ તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી હતી અને હાલ જામનગર જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ધ્રોલ ખાતેની સંસ્થા દીપસિંહજી ધ્રોલ ભાયાત રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના મંત્રી તરીકે પણ સક્રિય હતા. ૨૦૧૯માં ૨૫૦૦ દીકરીઓનો તલવાર રાસ વિશ્વ રેકોર્ડ હોય, ૨૦રરમાં યોજાયેલા ઐતિહાસિક ભવ્ય શૌર્ય કથા હોય કે ૨૦૨૩માં ૫૦૦૦ યુવાનોની તલવારબાજીનો વિશ્વ રેકોર્ડ હોય. આ તમામ કાર્યક્રમોના આયોજન પાછળ તેઓ મુખ્ય રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh