Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખની
ખંભાળીયા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા ભાણવડ વિસ્તારમાં ખેતીવાડીમાં હાલ વરસાદ ખેંચાતા પાકની સ્થિતિ ખરાબ થાય તેમ હોય ખેડૂતોને પાકને પાણી પીવડાવવા વીજળીની જરૃરત હોય એક સાથે મોટી માંગ નીકળતા અનેક સ્થળે વીજળીના મળવાની ફરિયાદો તથા રજુઆતો થતા ગઈકાલે દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ રામભાઈ ગઢવી તથા જિલ્લા ભાજપ કાર્યાલયમંત્રી હિતેન્દ્રભાઈ આચાર્યએ પીજીવીસીએલ ખંભાળીયાના કાર્યપાલક ઈજનેર એમ.વી. બોરીસા તથા અન્ય અધિકારીઓ સાથે પ્લાનીંગ કરીને વીજ પુરવઠો પુરતો તથા નિયમિત મળે તથા તાકીદે વીજ વાયર તુટે તો રીપેરીંગ થાય તથા ટ્રાન્સફોર્મર ઉડી જાય તો તુરત તે બદલી શકે તથા ૮ થી ૧૦ કલાક વીજ પુરવઠો નિયમિત રીતે મળે તે પ્રકારનું આયોજન બાબતે ચર્ચાઓ કરી કરાવ્યું હતું.
વડત્રા બેરાજામાં લાંબી લાઈનો હોય ત્યાં વારંવાર ફોલ્ટ થતાં હોય ત્યાં વિશેષ ટુકડીઓ રાખવા તથા ખંભાળીયા-ભાણવડ બન્ને તાલુકાના મોટા ગામોમાં વાહનો તથા ટેકનીકલ સ્ટાફની સાથે ટીમો રાખવા આયોજન થયું હતું તથા રોજેરોજ કોઈ પણ વીજ ફીડર બંધ થાય કે તુરત જ ચાલુ થાય તેવું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું. હંસ્થળ, ભાડથર, ગોઈંજ, પરોળીયા, માંઝા, વડત્રા, બેરાજા સહિતના ગામોમાં તથા અંબર ફીડરમાં વારંવાર વીજ પુરવઠો અનિયમિત હોય ત્યાં વિશેષ આયોજન કરાયું હતું.
ખેતિવાડીના ૩૪ વીજ ફીડરોમાં ખંભાળીયા ભાણવડમાં ૩૪ હજાર વીજ જોડાણો ખેતીના છે જેમાં હાલ વીજ માંગ ખૂબ જ ઉભી થતાં વીજ પ્રશ્નો ઉભા થતાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial