Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દડિયામાં ઘરફોડ ચોરીને અંજામ આપતા ચીકલીગર ગેંગના બે શખ્સ ઝડપાયા

રૃા.૨ લાખ ૪૮ હજારનો મુદ્દામાલ કબજેઃ ૨૬ ચોરીની આરોપીઓએ કરી કબૂલાતઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના દડિયા ગામમાં આવેલા ભાનુશાળી પરિવારના મકાનમાં બે સપ્તાહ પૂર્વે ચોરી થઈ હતી. દવાખાનાના કામે ગયેલા તે પરિવારના મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૃા.૪ લાખ ૬૧ હજાર ઉસેડી ગયા હતા. એલસીબીએ શરૃ કરેલી તપાસમાં કુખ્યાત ચીકલીગર ગેંગના બે શખ્સ રૃા.૨ લાખ ૪૮ હજાર ૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી છે. બંને શખ્સે છેલ્લા સાત વર્ષમાં રાજ્યના સાત જિલ્લામાં છવ્વીસ ચોરીને અંજામ આપ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા દડિયા ગામમાં રહેતા અશ્વિનભાઈ વિનોદરાય નંદા નામના આસામી ગઈ તા.૪ની રાત્રે પોતાના પરિવાર સાથે દવાખાનાના કામ માટે મકાન બંધ કરીને રવાના થયા પછી બીજા દિવસની સવાર સુધીમાં તેમના મકાનમાં તાળા તોડી ઘૂસેલા તસ્કરોએ અંદરથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ મળી કુલ રૃા.૪ લાખ ૬૧ હજારની મત્તા ઉસેડી લીધી હતી. તેની જાણ થયા પછી પોલીસમાં ફરિયાદ થઈ હતી.

આ કેસની તપાસમાં જોડાયેલી એલસીબી સ્ટાફના દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, સંજયસિંહને બાતમી મળી હતી કે, શહેરના ખોડિયાર કોલોની તથા દિગ્જામ સર્કલ વિસ્તારમાં બે શખ્સ ચોરાઉ દાગીના વેચવા માટે આવ્યા છે. તે બાતમીથી પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી એલસીબીએ વોચ રાખી જામનગરના સેનાનગરમાં રહેતા શેરસિંગ ઉર્ફે સુરજસિંગ રણજીતસિંગ ઉર્ફે ગીડાસિંગ ખીચી તથા વડોદરાના એકતાનગરમાં શિવાજી પાર્ક પાસે રહેતા મનજીતસિંગ ઉર્ફે સતનામસિંગ રણજીતસિંગ ઉર્ફે ગીડાસિંગ ખીચી નામના બે શખ્સને પકડી પાડ્યા હતા.

એલસીબી કચેરીએ ખસેડવામાં આવેલા આ શખ્સોની પૂછપરછ હાથ ધરાતા તેઓએ રૃા.૫૭ હજાર રોકડા, રૃા.૧ લાખ ૪૬૨૦૦ના બાવીસ ગ્રામ ઉપરાંતના સોના ચાંદીના દાગીના, ચાંદીના સાંકળા કાઢી આપવા ઉપરાંત ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી હતી અને ગુન્હામાં વાપરેલું હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ, પકડ તથા ડીસમીસ પણ એલસીબી સમક્ષ રજૂ કરી દીધા હતા. આ શખ્સોએ ઉપરોક્ત ચોરી ઉપરાંત અમદાવાદ, વડોદરા, વિરમગામ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલામાં છેલ્લા સાત વર્ષાેથી કુલ ૨૬ ચોરી કર્યાની કબૂલાત આપી છે. કુખ્યાત ચીકલીખર ગેંગના આ બંને શખ્સે જણાવ્યા મુજબ તેઓ રાત્રિના સમયે બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીનો અંજામ આપતા હતા. બંને આરોપીનો કબજો પંચકોશી-બી ડિવિઝન પોલીસને સોંપવા તજવીજ કરાઈ છે.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરીની સુચનાથી પીએસઆઈ આર.કે. કરમટા, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પીએસઆઈ પી.એન. મોરીના વડપણ હેઠળ સ્ટાફના  સંજયસિંહ વાળા,  હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડીયા, હિરેન વરણવા, વનરાજ મકવાણા, ધાનાભાઈ મોરી, અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, કલ્પેશ મૈયડ, ઋષિરાજસિંહ વાળા,  હિતેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હરદીપ ધાધલ, કિશોર પરમાર,   દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, બિજલ બાલાસરા સાથે રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh