Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના નિષ્ણાત ડોકટરો સેવા આપશે
દ્વારકા તા. ૧૮ઃ સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તથા ગોકુલ હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે તા. ર૪ ને ગુરૃવારે દ્વારકામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે.
દ્વારકાના સંકલ્પ એજ્યુકશેન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગોકુલ હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે તા. ર૪-૮-ર૩ ને ગુરૃવારના નિઃશુલ્ક નિદાન કેમ્પ સર્કિટ હાઉસ પાસે દેવાંગ હોટેલમાં સવારે ૧૦ થી બપોરે ૧ સુધી યોજાશે.
આ કેમ્પમાં ગોકુલ હોસ્પિટલના નિષ્ણાત ડોકટર્સની ટીમ તેમની સેવા આપશે, જેમાં ડો. કૌશિક પટેલ (લેપ્રોસ્કોપીક સર્જરીના નિષ્ણાત), ડો. ત્રિશાત ચોટાઈ (મગજ અને કરોડરજજુની સર્જરીના નિષ્ણાત), ડો. કલ્પેશ બજાણીયા (હાડકા તથા કરોડરજ્જુના નિષ્ણાત), ડો. હાર્દિક વેકરીયા (ફીઝીશીયન અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ), ડો. ધવલ બારૈયા (પ્લાસ્ટિક સર્જરી નિષ્ણાત), ડો. ઓમદેવસિંહ ગોહિલ (ચામડી તથા વાળના રોગોના નિષ્ણાત), ડો. મિરલ પટેલ એન્ડ ટીમ (કસરતના નિષ્ણાત), ડો. નિરવ વાછાણી (ઓરલ એન્ડ કેકસીલો ફેશ્યલ સર્જરીના નિષ્ણાત)
આ કેમ્પમાં જરૃરિયાત મુજબ દર્દીઓને હાઈટ, વેઈટ, બીએમસી, એસપીટુઓ, બીએમઆઈ, આરબીએસ, બીપી, ઈસીજી ફ્રીમાં કરી આપવામાં આવશે. કેમ્પમાં કેસ કાઢવા માટેનો સમય સવારે ૯ થી ૧૦ વાગ્યાનો રહેશે. કેમ્પ માટે ધી દ્વારકા હોટલ પ્રસાદ રેસ્ટોરાંનો સહયોગ મળેલ છે. આ કેમ્પ અંગે વધુ માહિતી માટે ૯૩૭પપપ૦પ૦પ અથવા ૮૭૮૦૯ ૭૮૦૬ર ઉપર સંપર્ક સાધી શકાય છે.
૩૦૦ મી ઈવેન્ટ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ
દ્વારકામાં છેલ્લા ઘણાં વર્ષોથી સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સંકલ્પ એનજીઓની ૩૦૦ મી ઈવેન્ટ હોય આ પ્રસંગને યાદગાર બનાવવા સંસ્થા દ્વારા તા. ર૪ ના સાંજે ધ્વજાજીના પૂજન પછી તા. રપ ના સવારે શોભાયાત્રા, ધ્વજારોહણ, સમૂહ પ્રસાદ જેવા ધાર્મિક કાર્યોનું આયોજન કરાયું છે તેમ આયોજકોએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial