Advertisement
Author: નોબત સમાચાર

સુરત પછી જામનગર ભાજપમાં સખળ-ડખળઃ ઘીના ઠામમાં ઘી?

ટોક ઓફ ધ ટાઉન કિસ્સોઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરમાં ભારતીય જનતા પક્ષના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે તળાવની પાળે યોજાયેલા એક કાર્યક્રમમાં જે તકરાર થઈ, અને તેના પડઘા રાજ્ય અને કેન્દ્રના નેતૃત્વ સુધી પડ્યા હોવાની ઘટના ભાજપ માટે તો ક્ષોભજનક ગણાઈ જ હશે, પરંતુ મીડિયામાં તેની ચાલી રહેલી ચર્ચામાંથી ઘણાં અવનવા તારણો નીકળી રહ્યા છે અને જુદા જુદા શબ્દપ્રયોગો થઈ રહ્યા છે, તે જોતા ગુજરાત પ્રદેશ ભાજપ માટે સુરત પછી આ બીજો મોટો આંતરિક ખટરાગ હશે, જેને હવે મેનેજ કરવો પડી રહ્યો છે, જો કે આ ઘટના ભાજપનો આંતરિક મુદ્દો છે, અને જે મુદ્દે રકઝક થઈ તે પછી સાંસદ અને ધારાસભ્ય તરફથી મીડિયા સમક્ષ કરાયેલી સ્પષ્ટતાઓ આપણી નજર સામે જ છે, જો કે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય અને બધું થાળે પડી ગયું હોય તેમ જણાય છે.

આ મુદ્દો બહુ મોટો ઈસ્યુ નથી, તેવું કહીને અથવા ગેરસમજથી ઊભી થયેલી નાનકડી રકઝક ગણાવીને ડેમેજ કંટ્રોલના પ્રયાસો થાય એ સ્વાભાવિક છે, અને તેવું હોઈ પણ શકે, પરંતુ ગઈકાલથી સ્થાનિકથી લઈને પ્રાદેશિક અને નેશનલ મીડિયા સુધી આ ઘટનાના અહેવાલો સામે જે પ્રતિક્રિયાઓ આવી રહી છે અને બિનરાજકીય લોકોના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, તે ઘણું ઘણું કહી જાય છે. ઘણાં વર્ષોથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક જુથવાદનો ઉલ્લેખ કરીને પ્રદેશ ભાજપના નેતાઓ તથા પ્રવક્તાઓ ઘણી વખત કોંગ્રેસનો ઉપહાસ કરતા રહ્યા છે, પરંતુ સુરત અને જામનગરના ઘટનાક્રમો પછી લોકો એવું કહેવા લાગ્યા છે કે, શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તના જ મુદ્દે જાહેરમાં રકઝક થઈ તેથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh