Advertisement
Author: નોબત સમાચાર

ઈન્દોરમાં કૂતરાના ઝઘડામાં બે લોકોના મૃત્યુ

એક મહિલા ઉપરાંત ૬ ઘાયલઃ ગોળીબાર થયો

ભોપાલ તા. ૧૮ઃ ઈન્દોરમાં કૂતરાને લઈને ઝઘડો થતા ર ના મોત થયા છે અને સાતને ઈજા થઈ છે.

ઈન્દોરના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણા બાગમાં રહેતા પાડોશીઓ વચ્ચે ગત મોડી રાત્રે કૂતરા ફરવાને લઈને ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે ગોળી ચલાવવામાં આવી. જેમાં બે લોકોના મોત થયા હતાં. જ્યારે એક મહિલા ઉપરાંત અન્ય છ લોકો ઘાયલ થયા છે.

આરોપીઓએ પહેલા હવામાં ફાયરીંગ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને લાયસન્સ ગન કબજે કરી લીધી છે. એડિશનલ ડીસીપી અમરેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, આ ઘટના ગત રાત્રે ૧૦-૩૦ વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારની રામકૃષ્ણ કોલોનીમાં રહેતા બેંક સિક્યુરીટી ગાર્ડ રાજપાલસિંહ રાજાવત તેના પાલતુ કૂતરાને ફેરવતા હતાં. ત્યારબાદ વિસ્તારમાં રહેતા વિમલે કૂતરાને પથ્થરમારો કર્યો હતો.

આ પછી બંને વચ્ચે બોલાચાલી શરૃ થઈ ગઈ. દરમિયાન રાહુલ પણ ત્યાં પહોંચી ગયો હતો. રાજપાલ નેવિમલ અને રાહુલને ડરાવવા તેણે ઘરમાંથી બંદૂક કાઢી અને હવામાં ફાયરિંગ કર્યું. થોડા સમય પછી આરોપીઓએ નેવિમલ અને રાહુલ પર ગોળીબાર કર્યો. જેમાં તેઓનું મોત થયું. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાહુલ અને વિમલના પરિવારજનો મોટી સંખ્યામાં બહાર આવ્યા હતાં. જેમાં સીમા અને જયોતિ, લલિત, કમલ અને મોહિતને પણ છરો લાગ્યો હતો. તે તમામ ઘાયલ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ગોળી ૧ર બોરની બંદૂકથી ચલાવવામાં આવી હતી. જયોતિ અને અન્યને આંખ અને ચહેરા પર ગોળીથી ઈજાઓ છે. પોલીસે જણાવ્યા અનુસાર મૃતક રાહુલ અને વિમલ સગા ભાઈ-ભાભી છે. વિમલનું નિપાનિયામાં સલૂન છે. તેના લગ્ન ૮ વર્ષ પહેલા રાહુલના બહેન આરપી સાથે થયા હતા. તેમને બે દીકરીઓ પણ છે. રાહુલ લસુડિયા વિસ્તારમાં આવેલી ઓફિસમાં કામ કરે છે. ઘટનાબાદ પોલીસે આરોપી રાજપાલસિંહની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, આરોપી બેંક ઓફ બરોડામાં સિક્યુરીટી ગાર્ડ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh