Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ પોલીસ મથકનો સ્ટાફ કોમ્બિંગમાં જોડાયોઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના શંકરટેકરીથી માંડી સોનલનગર સુધી ગઈ કાલે ત્રણ પોલીસ મથકના સ્ટાફે કોમ્બિંગ હાથ ધર્યું હતું.
જામનગરના શંકરટેકરી, રણજીતનગર, ગણપતનગર, જાગૃતિનગર, સોનલનગર, બાવરીવાસ તેમજ વામ્બે આવાસ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ગઈકાલે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ચૌધરી તથા સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા, બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એલ. ઓડેદરા સહિતના સ્ટાફે ઉપરોક્ત વિસ્તારોમાં હાથ ધરેલી ચકાસણીમાં દારૃબંધી ભંગના કુલ સાત ગુન્હા ડીટેક્ટ થયા હતા. જ્યારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ચૌદ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા અને ૬૧૦૦ રૃપિયાનો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો. તે ઉપરાંત આઈપીસી ૨૭૯, ૨૮૩ હેઠળ બે કેસ અને જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ એક કેસ નોંધવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial