Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાસરીમાંથી બસમાં બેસાડી દેવાયા હતાં
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન મહિલાઓની મદદ અર્થે રાત-દિવસ સતત કાર્યરત રહે છે ત્યારે વધુ એક કિસ્સામાં અભયમ્ ટીમ મૂકબધિર બહેનની વહારે પહોંચી હતી.
જામનગરમાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનમાં જાગૃત નાગરિકનો કોલ આવતા જણાવ્યું હતું કે, બસ સ્ટેશન વિસ્તારમાં ૩પ વર્ષિય બહેરા-મૂંગા બહેન હોય તથા રડી રહ્યા હોય અને તેઓને મદદની જરૃર હોય, જેની ૧૮૧ માં જાણ કરી હતી, અને તે પછી અભયમ્ની ટીમ તે સ્થળ પર દોડી ગઈ હતી. પીડિતાબેન મદદ માટે રડી રહ્યા હોવાથી અભયમ્ની ટીમના કાઉન્સેલર બીનલબેન વણકર અને પોલીસ કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ સહિતની ટીમ ઘટના સ્થળે અશાબ્દિક કમ્યુનિકેશનથી તેઓની સમસ્યા જાણી, જેમાં જાણવા મળ્યું કે, પીડિતાબેનને સાસરી પક્ષમાંથી મારકૂટ કરીને ઘરેથી બસમાં બેસાડી દીધી હતી અને તેઓના હાથમાં પોતાનું એડ્રેસ લખેલું હતું.
પીડિતા બેને જણાવેલ કે તેઓને લગ્ન જીવનને ૧૦ વર્ષ જેટલો સમય થયેલ છે જેમાં સંતાનમાં બે બાળકો છે (દીકરી અને દીકરો). પીડિતાબેન પાસેથી સસરાનો ફોન નંબર નીકળતા તેઓ પાસેથી પરિવારનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લઈ તેઓ સાથે વાતચીત કરી તેમજ પીડિતાબેનને તેઓના પિયરમાં જવું હતું તેથી માતા અને ભાઈ-ભાભી એમ પરિવાર સાથે મિલન કરાવતા પીડિતાબેનને હાસકારો અનુભવ્યો હતો અને પરિવારજનોએ ૧૮૧ ટીમનો અભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial