Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલમાં અતિ ભારે વરસાદે વેર્યો વિનાશઃ ૩૩૦ના મૃત્યુ નિપજ્યા

૭૬૦૦ કરોડથી વધુનું નુક્સાનઃ ભૂસ્ખલન-ભારે પૂરે સર્જી તબાહીઃ

નવી દિલ્હી તા. ૧૮ઃ ભારે વરસાદે હિમાચલ પ્રદેશમાં વિનાશ વેર્યો છે. જેથી ૩૩૦ લોકોના મોત થયા છે અને રૃા. ૭૬૦૦ કરોડથી વધુનું નુક્સાન થયું છે.

ભારે વરસાદને કારણે ત્યાં પૂર અને ભૂસ્લખન થઈ રહ્યા છે. જેના કારણે ૮૭પ રસ્તાઓ હજુ પણ બંધ છે. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશના ઐતિહાસિક ૬૦૦ વર્ષ જુના હંદુર કિલ્લાને પણ ભૂસ્ખલનથી નુક્સાન થયું હતું. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક દરરોજ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે ત્રણ નવા મોત સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને ૩૩૦ થઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જંગમ અને સ્થાવર મિલકતને ૭૬પ૯ કરોડ રૃપિયાનું નુક્સાન થયું છે. બીજી તરફ જલ શક્તિ વિભાગને ૧૮૪ર કરોડનું નુક્સાન થયું છે, સાથે જ જાહેર બાંધકામ વિભાગની વાત કરીએ તો તેને ર૬પ૬ કરોડનું નુક્સાન થયું છે, જ્યારે રાજ્ય વિદ્યુત બોર્ડને ૧પ૦પ કરોડ, બાગાયત વિભાગને ૧૪૪ કરોડનું નુક્સાન થયું છે. કૃષિ વિભાગને રૃા. રપ૬ કરોડ, ગ્રામીણ વિકાસ વિભાગને રૃા. ૩૬૯ કરોડ અને શિક્ષણ વિભાગને રૃા. ૧૧૮ કરોડનું નુક્સાન થયું છે.

હવામાન વિભાગે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરી છે. આ દરમિયાન ક્યાંય પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી. છેલ્લા ર૪ કલાક દરમિયાન મંડીમાં ૬૦ મી.મી., નગરોટામાં ર૪ અને ડેલહાઉસીમાં ર૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે ૧૯ ઓગસ્ટથી રપ ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ચોમાસાની સિઝનમાં હિમાચલ પ્રદેશમાં ર૪ જૂનથી ૧૭ ઓગસ્ટ સુધીમાં ૩૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૩રર ઘાયલ થયા છે. ૧૯પ૭ મકાનો ધરાશાયી થયા છે. ૯૩૪૪ નું આંશિક નુક્સાન થયું છે. ર૯૩ દુકાનો અને ૪૦૭ર ગૌશાળાઓને પણ નુક્સાન થયું છે.

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રૃા. ૭૬પ૯.૯૩ કરોડથી વધુનું નુક્સાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ભૂસ્ખલનની ૧૧૩ ઘટનાઓ અને અચાનક પૂરના પ૮ બનાવો નોંધાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh