Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવી રહેલી ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને ઊઠાવાશે કદમ?
નવી દિલ્હી તા. ૧૮ઃ કેન્દ્ર સરકાર ઈંધણ પર ટેક્સ ઘટાડવાની યોજના બનાવી રહી છે. તે ઉપરાંત ખાદ્ય તેલ અને ઘઉં પરની આયાત ડ્યુટી પણ ઘટી શકે છે. સરકારે ગયા વર્ષે ર૬ બિલિયન ડોલરની યોજના જાહેર કરી હતી. આવી રહેલી ચૂંટણીઓને લઈને આ પ્રકારના કદમ ઊઠાવાતા પેટ્રોલ-ડીઝલ પણ સસ્તા થઈ શકે છે.
ખાદ્યપદાર્થો અને ઈંધણની કિંમતમાં વધારાને રોકવા માટે કેન્દ્ર સરકાર એક લાખ કરોડ ફાળવી શકે છે. વિવિધ મંત્રાલયોના બજેટમાંથી આ રકમ ફાળવવાની યોજના વિચારણા હેઠળ છે.
સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. આ સ્કીમ હેઠળ પેટ્રોલ અને ડીઝલના વેંચાણ પર ટેક્સ ઘટાડી શકાય છે. ઉપરાંત ખાદ્ય તેલ અને ઘઉં પરની આયાત ડ્યુટી પણ ઘટી શકે છે. સરકારે ગયા વર્ષે ર૬ બિલિયન ડોલરની યોજના જાહેર કરી હતી. સામાન્ય લોકોને રાહત આપવા અને જીવનજરૃરી ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં રાખવા માટે આ વખતે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. મોંઘવારી એક સતત મુદ્દો છે. જુલાઈ રિટેલ ફૂગાવો વધીને ૧પ મહિનાની ટોચે પહોંચી ગયો હતો. શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવ પણ વધુ ચિંતાજનક હતાં, જે આસમાને પહોંચી ગયા છે.
આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં મોંઘવારી પર લગામ લગાવવા માટે મોદી પાસે થોડા મહિના જ બાકી છે.
જો કે, આવા નિર્ણયો લેતા પહેલા વ્યક્તિએ બજેટ ખાધ પર ધ્યાન આપવું જોઈએ, જેના પર વિશ્વભરના રોકાણકારોની નજર છે. ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં સરકાર પાસે એક લાખ કરોડ રૃપિયા ફાળવવાની ક્ષમતા છે. માર્ચ ર૦ર૪ માં પૂરા થતાં બજેટના આ માત્ર બે ટકા છે. બજેટ ખાધના લક્ષ્યને વળગી રહીને સરકાર ગરીબો માટે સસ્તી લોન અને મકાનો આપવાની યોજના પર પણ વિચાર કરી શકે છે.
દેશના ઘણાં ભાગોમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘરવપરાશની ઘણી વસ્તુઓના ભાવ વધી ગયા છે. તેમા ટમેટા અને ડુંગળી જેવા મુખ્ય ઘટકોનો પણ સમાવેશ થાય છે. સરકારની એફએએમઈ સબસિડી ખોટી રીતે મેળવનાર ચાર ઈલેકટ્રિક ટુ-વ્હીલર કંપનીઓએ અત્યાર સુધીમાં ગ્રાહકોને રૃા. ૧૦ કરોડ પરત કર્યા છે. આ કંપનીઓએ કુલ ૩૦૦ કરોડ રૃપિયા પરત કરવાના છે. ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદો પર સરકાર દ્વારા ઓલા ઈલેકટ્રિક, એથર એનર્જી, ટીવીએસ મોટર અને હીરો મોટોકોર્પની તપાસ કરવામાં આવી હતી. આ કંપનીઓ સબસિડી મેળવવા માટે વેંચાણ કિંમતની ઓછી જાણ કરી રહી હતી અને ગ્રાહકો પાસેથી ચાર્જર અને સોફ્ટવેર માટે એડ-ઓન તરીકે ચાર્જ વસૂલતી હતી. નિયમ મુજબ ફક્ત તે કંપનીઓને સબસિડી મળતી હતી જેમની ઈલેકટ્રિક પ્રોડક્ટ્સની કિંમત ૧.પ૦ લાખથી ઓછી છે. આ કંપનીઓ સબસિડી મેળવવા માટે કિંમતો ઓછી રાખી રહી હતી, પરંતુ ગ્રાહકો પાસેથી અન્ય રીતે પૂરા પૈસા લઈ રહી હતી.
તદુપરાંત કર્મચારી રાજ્ય વીમા નિગમએ જૂન મહિનામાં કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ ર૦.ર૭ લાખ નવા સભ્યો ઉમેર્યા છે. જૂનમાં લગભગ ર૪,ર૯૮ નવી સંસ્થાઓ નોંધાઈ હતી અને ઈએસઆઈસીની સામાજિક સુરક્ષા નેટ હેઠળ લાવવામાં આવી હતી.
શ્રમ મંત્રાલયના એક નિવેદનમાં ગુરુવારે કહેવામાં આવ્યું છે કે, ઈએસઆઈસીના કામચલાઉ પગારપત્રક ડેટા અનુસાર જૂન ર૦ર૩ માં ર૦.ર૭ લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા હતાં. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન આ દાયકાના અંત સુધીમાં ઓછી કાર્બન ઊર્જાની તકોમાં રૃા. ૧ લાખ કરોડનું રોકાણ કરશે. આમાં નવીનિકરણ ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજનનો પણ સમાવેશ થાય છે. કારણ કે તે ઓછી કાર્બન ઊર્જામાં પરિવર્તિત થવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial