Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી ફાયનાન્સ પેઢીની ઓફિસમાં ઘૂસી એક શખ્સે કર્મચારીને આપી ધમકી

ત્રણેક દિવસ પહેલાંની પોલીસ ફરિયાદનો ખારઃ

જામનગર તા.૩૦ : જામનગરમાં ખાનગી ફાયનાન્સ કંપનીની ઓફિસમાં ગઈકાલે સવારે આવી ચઢેલા એક શખ્સે તેની સામે ત્રણ દિવસ પહેલાં કરાયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ઓફિસ કોને પૂછીને ખોલી તેમ કહી આ પેઢીના એક કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના લાલબંગલા પાસે આવેલા સ્વસ્તિક એવન્યુ બિલ્ડીંગમાં ફાયનાન્સ કંપનીની કાર્યરત ઓફિસમાં ગઈકાલે સવારે તે પેઢીના કર્મચારી હાર્દિક કાથડભાઈ લૈયા હાજર હતા ત્યારે દિવ્યરાજસિંહ જાડેજા નામનો શખ્સ આવ્યો હતો. આ શખ્સ અને તેના ભાઈએ ત્રણેક દિવસ પહેલાં હોમલોનની બાકી રહેલી રૂ.૯ લાખની રકમનું રૂ.દોઢ લાખમાં સેટલમેન્ટ કરી આપવા ધમાલ કરી હતી.

આ બાબતની પોલીસમાં પેઢીના અન્ય કર્મચારીએ ફરિયાદ નોંેંધાવી હતી. તેનો ખાર રાખી ગઈકાલે દિવ્યરાજ સિંહે ગુલાબનગરથી ફોન આવ્યો છે તેમ કહી હાર્દિક લૈયાને આ ઓફિસ કોને પૂછીને ખોલી છે તેમ કહી ગાળો ભાંડી ઓફિસ ખોલીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સિટી બી ડિવિઝનમાં હાર્દિક લૈયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૫૧ (૩), ૩૫૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ત્રણેક દિવસ પહેલાં થયેલી પોલીસ ફરિયાદમાં ખૂલ્યા મુજબ દિવ્યરાજસિંહે અગાઉ ઈન્ડિયા શેલ્ટર ફાયનાન્સ કો. લિમિટેડમાંથી હોમલોન મેળવી હતી. તેની રૂ.૯ લાખની રકમ ભરવાની બાકી હતી. તે રકમ સામે રૂ.દોઢ લાખ ભરી દેવા અને લોનનું સેટલમેન્ટ કરવા ઓફિસમાં આવેલા દિવ્યરાજ સહિત બેએ પેઢીના કર્મચારી સાથે ધમાલ કરી તોડફોડ કરી હતી. તે પછી આ બાબતની કરાયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ગઈકાલે ઉપરોક્ત બનાવ બન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh