Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્રો, ખેલમહાકુંભની વિજેતા શાળાઓનું સન્માન
જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરબારગઢ સર્કલ પાસે કરવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌ પ્રથમ સૌનું સ્વાગત કરી પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે તેમના પ્રવચનમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ થયેલા વિકાસ કામો, ચાલી રહેલા વિકાસ કામો તથા ભવિષ્યના આયોજનો અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની સ્કૂલોના બાળકો દ્વારા દેશભક્તિ થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ વર્ષ ર૦ર૪-રપ ના સત્ર દરમિયાન કલસ્ટરમાં ઉત્સાહપૂર્વક યોગદાન આપવા બદલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપવામાં આવતા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. ખેલ મહાકુંભ ર.૦ મા વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ શાળાઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત વોર્ડવાઈસ સારી કામગીરી કરનાર સફાઈ કામદારોને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નીલેશભાઈ કગથરા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, ડે. કમિશનર ડી.એ. ઝાલા, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, સભ્યો બીનાબેન કોઠારી, તપનભાઈ પરમાર, મનિષભાઈ કટારિયા, ડિમ્પલબેન રાવલ, જયરાજસિંહ જાડેજા, કેસુભાઈ માડમ, આશાબેન રાઠોડ, પ્રભાબેન ગોરેચા, ધર્મીનાબેન સોઢા, ગોપાલભાઈ સોરઠિયા, અરવિંદભાઈ સભાયા, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, ધીરેનભાઈ મોનાણી, કુસુમબેન પંડ્યા, સરોજબેન વિરાણી, પ્રવિણાબેન રૂપડિયા, બબીતાબેન લાલવાણી, આસી. કમિશનર ભાવેશભાઈ જાની તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial