Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ભાયુ ખાખરીયા ગામમાં કપડા ધોવા ગયેલા મહિલા ડૂબ્યાઃ મોત

મૃતકના પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું:

જામનગર તા.૩૦ : કાલાવડના ભાયુખાખરીયા ગામના એક મહિલા ગઈકાલે નદીકાંઠે કપડા ધોવા ગયા ત્યારે કોઈ રીતે નદીમાં પડી ગયા પછી ડૂબી જવાથી મોતને શરણ થયા છે. પોલીસે તેમના પુત્રના નિવેદન પરથી અપમૃત્યુની નોંધ કરી તપાસ આદરી છે.

કાલાવડના ભાયુખાખરીયા  ગામમાં રહેતા શિલાબા બળદેવસિંહ જાડેજા નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢા ગઈકાલે બપોરે ભાયુ ખાખરીયા ગામની સીમમાં આવેલી નદીએ કપડા ધોવા માટે ગયા હતા. આ વેળાએ કોઈ રીતે તે મહિલા નદીમાં પડી ગયા હતા. ત્યાં હાજર લોકોએ શિલાબાને બહાર કાઢવા શરૂ કરેલી તજવીજ પછી જ્યારે તેઓને બહાર કાઢવામાં આવ્યા તે દરમિયાન ડૂબી જવાથી વધુ પડતું પાણી પી જવાના કારણે આ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું તેમના પુત્ર પ્રતિપાલસિંહ જાડેજાએ પોલીસમાં જાહેર કર્યું છે. કાલાવડ શહેર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh