Advertisement
Author: નોબત સમાચાર

દમણથી દારૂ ભરીને જામનગર આવતો ટ્રક વલસાડ પાસે ઝડપાયોઃ ૯૬૦૦ બોટલ કબજે

જામનગરના ટ્રક ડ્રાઈવરની અટકઃ બુટલેગરનું નામ ખૂલ્યું:

જામનગર તા.૩૦ : દમણથી દારૂનો જથ્થો ભરીને એક ટ્રક જામનગર જઈ રહ્યો હોવાની બાતમી ગઈકાલે વલસાડ પોલીસને મળતા ગોઠવાયેલી વોચમાં વેસ્ટ પાવડરની બાચકીઓ પાછળ સંતાડીને લઈ જવામાં આવતી ઈંગ્લીશ દારૂ તથા બીયરની ૮૦૦ પેટી મળી આવી હતી. પોલીસે ૯૬૦૦ બોટલ કબજે કરી ટ્રકના ડ્રાઈવર-જામનગરના શખ્સ તથા ક્લિનરની અટક કરી છે. આ શખ્સોએ દમણથી દારૂ મોકલાવનાર શખ્સ તથા જામનગરના રીસીવરના નામ ઓકી નાખ્યા છે.

જામનગર શહેરમાં ઘૂસાડવા માટે દમણથી એક શખ્સ દ્વારા ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપવામાં આવ્યો હોવાની બાતમી વલસાડ પોલીસને મળતા ગઈકાલે વલસાડ પોલીસે ધોરીમાર્ગ પર વોચ ગોઠવી દીધી હતી.

તે દરમિયાન જીજે-૧૦-ટીવી ૫૦૩૫ નંબરનો એક ટ્રક પસાર થતાં પોલીસે શકના આધારે તે ટ્રકને રોકાવી તેની તલાશી લેતા તેમાં વેસ્ટ પાવડરની બાચકીઓની નીચે સંતાડીને રાખવામાં આવેલો વ્હીસ્કી, બીયરની ૯૬૦૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ૮૦૦ પેટીમાં ભરવામાં આવેલા દારૂના આ જથ્થાને કબજે લઈ વલસાડ પોલીસે ટ્રક ચાલક જામનગરના ખોજાનાકા પાસે ટીટોડી વાડી નજીક બંગલા વાડીમાં રહેતા રઈશ હનીફ બ્લોચ અને યાકુબ ગુલામહુસેન દરજાદાની અટક કરી છે.

આ શખ્સોની પૂછપરછ કરાતા જામનગરના ટીટોડી ફળીમાં રહેતા મહંમદ અફઝલકાદર સમા નામના શખ્સે દારૂ મંગાવ્યાની અને દમણથી રાકેશ નામના શખ્સે દારૂનો આ જથ્થો ભરી આપ્યાની કબૂલાત મળવા પામી છે. પોલીસે રાકેશ તથા મહંમદ નામના બંને શખ્સની શોધખોળ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh